સારંગપુર દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.89 કિલોમીટર

સારંગપુર ગેટ એ શહેરનો ખૂબ વ્યસ્ત વિસ્તાર છે જે રેલવે સ્ટેશન પાસે સ્થિત છે. અમદાવાદની સૌથી મોટી કાપડ બજાર જેમાં સિંધી માર્કેટ અને નવી કાપડ બજારનો સમાવેશ થાય છે તે પણ સારંગપુર દરવાજા પાસે સ્થિત છે.

સુલતાન અહેમદ શાહના શાસન દરમિયાન શહેરનો વિકાસ કરવા માટે સ્થાપત્યોની જરૂર જણાઇ હતી. તે સમયે બીજો કિલ્લો 1480માં સુલતાન મહેમૂદ બેગડા દ્વારા બનાવવામા આવ્યો હતો. આ કિલ્લાનો  એક દરવાજો સારંગપુર દરવાજો છે.

સારંગપુર દરવાજો સિંધી માર્કેટ અને અન્ય કાપડ બજાર પાસે સ્થિત છે. આ પથ્થરનો દરવાજો છે જેમાં લોખંડથી મઢેલા લાકડાના દરવાજા છે. દરવાજો 26 ફુચ ઉચોં અને 15 ફુટ પહોળો છે. તેની ઉપર ત્રણ તોપ રહી શકે તેવા પ્લેટફોર્મ છે. આ ગેટની પાસે ખાડીયાની પોળની સુંદર હવેલીઓની મુલાકાત પણ લઇ શકાય છે.

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

સમય :12:00 થી 12:00