સારંગપુર ગેટ એ શહેરનો ખૂબ વ્યસ્ત વિસ્તાર છે જે રેલવે સ્ટેશન પાસે સ્થિત છે. અમદાવાદની સૌથી મોટી કાપડ બજાર જેમાં સિંધી માર્કેટ અને નવી કાપડ બજારનો સમાવેશ થાય છે તે પણ સારંગપુર દરવાજા પાસે સ્થિત છે.
સુલતાન અહેમદ શાહના શાસન દરમિયાન શહેરનો વિકાસ કરવા માટે સ્થાપત્યોની જરૂર જણાઇ હતી. તે સમયે બીજો કિલ્લો 1480માં સુલતાન મહેમૂદ બેગડા દ્વારા બનાવવામા આવ્યો હતો. આ કિલ્લાનો એક દરવાજો સારંગપુર દરવાજો છે.
સારંગપુર દરવાજો સિંધી માર્કેટ અને અન્ય કાપડ બજાર પાસે સ્થિત છે. આ પથ્થરનો દરવાજો છે જેમાં લોખંડથી મઢેલા લાકડાના દરવાજા છે. દરવાજો 26 ફુચ ઉચોં અને 15 ફુટ પહોળો છે. તેની ઉપર ત્રણ તોપ રહી શકે તેવા પ્લેટફોર્મ છે. આ ગેટની પાસે ખાડીયાની પોળની સુંદર હવેલીઓની મુલાકાત પણ લઇ શકાય છે.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
10 મિનિટ
સમય :12:00 થી 12:00