રાણી રૂપમતિ મસ્જિદ

ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.41 કિલોમીટર

ગુજરાતમાં સુલતાનના શાસન સમયે બનેલા ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યના સંગમનું એક બેનમૂન ઉદાહરણ રાણી રૂપમતી મસ્જિદ છે.

આ મસ્જિદ અને મકબરાનું પરિસર રાણી રૂપમતિને સમર્પિત છે જેની સાથે મહમૂદ શાહ બેગડાએ લગ્ન કર્યા હતા. ઘણા લોકો માને છે કે આ મસ્જિદનું નિર્માણ સુલતાન મહેમૂદ બેગડાએ કરાવડાવ્યું હતું જ્યારે અમુકનું માનવું છે કે તે 1500ની સાલમાં સુલતાન મુઝફ્ફર શાહના સમયે નિર્માણ પામી હતી.

રાણી રૂપમતિ મસ્જિદ અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલ પાસે સ્થિત છે. તેમાં ગુજરાત સલ્તનતકાળના સ્થાપત્યની વિશેષતાઓ જેમકે પાતળા મિનારા, સપાટ છત પર બનેલા ગુંબજ, કોતરણી કરેલી ગેલેરી, ઉંચો કમાનાકાર મુખ્ય દરવાજો અને આરસનો મેહરાબ વગેરે જોવા મળે છે. મુખ્ય દ્વાર લંબચોરસ છે અને તેના ખૂણામાં કમળ આકારના ચંદ્રક જોવા મળે છે. નાના દરવાજાઓ પાસે ઝરૂખાઓની જોડી છે. પ્રવેશદ્વારની પાછળ સ્તંભ પર ટકેલા ગુંબજ જોવા મળે છે. આ મસ્જિદની દિવાલો સલ્તનત સમયના અન્ય સ્થાપત્યોની સરખામણીએ થોડી સપાટ છે. અત્યંત ભવ્ય રીતે કોતરાયેલી આધારભીંતો અને ખૂણીયાઓ દરવાજા સાથે એક કોન્ટ્રાસ્ટ બનાવે છે.

અહીં પરિસરમાં બે કબર છે.

નજીકના સ્થળો

ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.7 કિલોમીટર
દ્વારકાધીશનું મંદિર

અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
હાઉસ ઓફ એમજી

અમદાવાદનું પ્રખ્યાત , હવેલીઓ અને ખાનગી આવાસો

આ સાઇટથી અંદાજિત અંતર: 0.53 કિલોમીટર
જ્યોતિ સંઘ

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.61 કિલોમીટર
ખાન જહાન દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.14 કિલોમીટર
સિદી સૈયદ મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.61 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

પ્રાર્થના સિવાય સવારથી સાંજ સુધી કોઇ પણ સમયે આ મસ્જિદની મુલાકાત લઇ શકાય છે.

સમય :06:00 થી 20:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક