સંગીતમાં રસરૂચિ ધરાવતા લોકોએ આ માર્કેટની મુલાકાત ચોક્કસપણે લેવી જ જોઇએ. અહીંયા, સંગીતના વિવિધ વાદ્યોનું વેચાણ કરતી અનેક દુકાનો તમને જોવા મળશે.
ડબગરવાડ એ સમુદાય-કેન્દ્રિત માર્કેટ છે, જ્યાં ડબગર સમુદાયના સભ્યોની અનેક દુકાનો આવેલી છે. આ સમુદાયના લોકો મોટાભાગે સંગીતના વાદ્યોનું વેચાણ કરે છે.
જ્યાં મોટા પાયે એક સમુદાયનું વર્ચસ્વ હોય અને એક વિશેષ પ્રકારની પ્રોડક્ટ્સમાં જેની વિશેષતા હોય તેવા પ્રકારના બજારનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બજારમાં આવેલી દુકાનોની ફરતે લટાર મારશો તો તમને ઢોલ, તબલા, મંજીરા, તંતુવાદ્યો અને સુષિર વાદ્યો જેવાં અનેક ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે લોકવાદ્યો જોવા મળશે. નવરાત્રિ જેવા તહેવારોનો સમયગાળો તેમજ લગ્નગાળો નજીકમાં હોય ત્યારે ખાસ કરીને આ બજાર ખૂબ જ વ્યસ્ત હોય છે કારણ કે ઓર્કેસ્ટ્રાવાળા, બેન્ડવાળા અને ભજનિકોના સમૂહો પરંપરાગત સંગીતના વાદ્યો ખરીદવા માટે આ બજારમાં આવતા હોય છે.
ડબગરવાડ કાલુપુરમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર નજીક સ્થિત છે. તે સંગીતના વાદ્યો માટે સૌથી વધુ પ્રખ્યાત છે. આ માર્કેટ દરરોજ ચાલુ હોય છે.
ડબગરવડ કાલુપુરમાં ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પાસે આવેલું છે. તે મોટે ભાગે સંગીતનાં સાધનો માટે જાણીતું છે.
આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ
પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ
પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ
03 કલાક
બજાર દરરોજ ખુલ્લું રહે છે.
સમય :08:00 થી 21:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક