શાહે આલમ રોઝામાં જવા મટે શાહે આલમ એક સુંદર પ્રવેશદ્વાર છે.
શાહે આલમ હઝરત સૈયદ બુરહાનુદ્દીન કુતુબ-અલ-આલમના પુત્ર હતા અને હઝરત સૈયદ મખદુમજહાનિયાં જહાંગશ્તના પૌત્ર હતા.
અહેમદ શાહ પ્રથમના શાસન વખતે તેઓ અમદાવાદના વટવામાં સ્થાયી થયા હતા અને 1452માં તેમનું નિધન થયું હતું. તેમના ઉત્તરાધિકારી તરીકે શાહે આલમે વારસો સંભાળ્યો અને મહેમૂદ બેગડાની યુવાનીમાં તેમના માર્ગદર્શક રહ્યા હતા. ત્યારબાદ તેમણે અમદાવાદમાં એક પ્રતિષ્ઠિત ધર્મ ગુરૂ તરીકે નામના મેળવી હતી.
આ સુંદર પ્રવેશદ્વાર શાહે આલમના મકબરાની ઉત્તરની તરફ છે. શાહે આલમનું પરિસર ઉંચી દિવાલોથી ઘેરાયેલું છે અને આ ગેટ દ્વારા આ પરિસરમાં પ્રવેશ મેળવી શકાય છે. અમુક ઇમારતો, મકબરો, મસ્જિદ અને પ્રાર્થનાખંડથી આ પરિસર સજ્જ છે. આ તમામ સ્થાપત્યો શાહે આલમના સન્માનમાં નિર્માણ કરવામા આવ્યા હતા.
1475માં મૃત્યુ બાદ તુરંત જ શાહ આલમના મકબરાનું કામ શરૂ કરવામા આવ્યુ હતું અને 1483 સુધીમાં મહમૂદ બેગડાના રાજના સભ્ય તાજખાન નરિઆલી દ્વારા પૂર્ણ કરવામા આવ્યું હતું. સતરમી સદીની શરૂઆતમાં, નૂર જહાંના ભાઇ અસફ ખાને આ મકબરામાં સોના અને કિંમતી પથ્થરોથી સુશોભન કર્યું હતું. મકબરાના ભોંયમાં સફેદ અને કાળા રંગના આરસનો ઉપયોગ કરવામા આવ્યો છે. દરવાજાઓ ખુલ્લા છે અને તેમાં પિત્તળકામ અને આરસના સમન્વયથી સુંદર કારીગરી કંડારવામા આવી છે.
મકબરાની પશ્વિમમાં મોહમ્મદ સલાહ બદાક્શી દ્વારા બનાવવામા આવેલી મસ્જિદ છે જ્યાં બન્ને તરફ મિનારા છે. તેનું નિર્માણ નિઝાબત ખાને શરૂ કર્યું હતું અને સૈફ ખાન દ્વારા 1620માં પૂર્ણ કરવામા આવ્યું હતું.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
10 મિનિટ
સમય :કોઈપણ સમય
એન્ટ્રી ફી : નિઃશુલ્ક