ગુજરાત સાયન્સ સિટીનું નિર્માણ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને બાળકો માટે વિજ્ઞાનને રસપ્રદ બનાવવાનો છે. સમાજની યુવા પેઢી તેમની બુદ્ધિનો ઉપયોગ કરી, અલગ અલગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્રિયાઓ, લેબ અને જીવંત પ્રદર્શન વગેરેના માધ્યમથી વિજ્ઞાનને અહીં માણી અને સમજી શકે છે. મુખ્યત્વે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અભ્યાસ અને તેમાં કરિયર નિર્માણ માટે આકર્ષિત કરવા તે આ કેન્દ્રનો ઉદ્દેશ્ય છ.
ગુજરાત સાયન્સ સિટી કાઉન્સિલને વિજ્ઞાન કેન્દ્રના નિર્માણનું કામ સોંપાયું હતું. 2000ની શરૂઆતમાં આ કેન્દ્ર તૈયાર થઇ ગયું હતું અને સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2005 સમયે પ્રદર્શનો યોજવામા આવ્યા હતા.
ગુજરાત સાયન્સ સિટીમાં પેવેલિયન, હોલ, ગેલેરી તેમજ જેવા કે વિજળી, વૈકલ્પિક ઉર્જા, અંતરિક્ષ અને જીવન વિજ્ઞાન વગેરે જેવા વિજ્ઞાનને લગતા પ્રદર્શનો જોવા મળે છે.
મુલાકાતી અહીં ઉર્જા પાર્ક, ઇલેક્ટ્રો ડોમ, હોલ ઓફ સાયન્સ, પૃથ્વી માતાને સમર્પિત પેવેલિયન, જીવવિજ્ઞાન પાર્ક વગેરે આકર્ષણો માણી શકે છે અને અલગ અલગ ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને મોડલ્સ પર હાથ અજમાવી શકે છે. અહીં મુવી નિહાળવા માટે 3ડી થિયેટરની પણ વ્યવસ્થા છે. ખાસ મોશન સિમ્યુલેટરની મદદથી અહીં મંગળ ગ્રહ પર જવાનો અનુભવ માણી શકાય છે. રાત્રે સંગીતબદ્ધ ફુંવારાનો નજારો માણી શકાય છે.
કેન્દ્રમાં મોશન સિમ્યુલેટર છે જે મંગળની સફરનો અનુભવ આપે છે. રાત્રે, તેઓ સંગીતનાં ફુવારા પણ જોઈ શકે છે.
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સાયન્સ અને ટેક્નોલોજી, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
03 કલાક
સમય :10:00 થી 19:30
એન્ટ્રી ફી : પુખ્ત: INR 20/-; બાળક: INR 10/-; વિદ્યાર્થી: INR 5/-