વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન

સાયન્સ અને ટેક્નોલોજી, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 5.42 કિલોમીટર

જોધપુર ટેકરા પર આવેલા સ્પેસ એપ્લિકેશન કેન્દ્ર કેમ્પસનો એક ભાગ  વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન છે. ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે થઇ રહેલા કાર્યક્રમો અંગે તેમાં માહિતી મળે છે.

વિક્રમ સારાભાઇ ભારતના અવકાશ વિજ્ઞાન સંશોધનના પિતામહ ગણવામા આવે છે. 1969માં તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની સ્થાપના કરી જેથી અવકાશ સંશોધન ક્ષેત્રે કામગીરી થઇ શકે અને તેને લગતી ટેક્નોલોજીનો દેશમા થઇ શકે. 

સ્પેશ એપ્લિકેશન સેન્ટર અવકાશી તેમજ હવામાનને લગતા ઉપકરણોના વિકાસ અંગે કામગીરી થાય છે. ઇસરોના ચંદ્રયાન-1 અને માર્સ ઓર્બિટર મિશનમા જેવા અવકાશી વૈજ્ઞાનિક પ્રોજેક્ટમાં પણ સેન્ટર દ્વારા યોગદાન આપવામા આવી રહ્યું છે.

આ મ્યૂઝિયમમાં ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે થઇ રહેલા સંશોધન અને મિશન અંગે માહિતી મળે છે. અહીં વર્કિંગ મોડલ દ્વારા બાળકો અલગ અલગ સાધનોની કામગીરીને યોગ્ય રીતે જાણી શકે છે. અવકાશ ક્ષેત્રે આપણા દેશમાં થઇ રહેલા કાર્યક્રમો અને મિશન અંગે સમજાવવા માટે અલગ અલગ માહિતીસભર પેનલ પણ મુકવામા આવી છે. અહીં સેટેલાઇ, લોન્ચ વેહિકલ, રોકેટ તેમજ મંગલયાન અને ચંદ્રયાન જેવા ભારતના પ્રતિષ્ઠિત મિશનના પ્રોટોટાઇપ અને મોડલ પણ રજૂ કરવામા આવ્યા છે.

ઉપગ્રહોમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ ઉપકરણો, સાધનો વગેરે અહીં પ્રદર્શનમાં મુકવામા આવ્યા છે. કંઇક નવું જાણવા અને શિક્ષણ ક્ષેત્રનો નવો અનુભવ મેળવવા માટે બાળકોએ આ મ્યૂઝિયમની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ. અહીં એક થિયેટર અને ઓડિટોરીયમ પણ છે. એક મોબાઇલ પ્રદર્શન પણ છે જે અલગ અલગ સ્થળે જઇ શકે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમાં 3D ઓડિટોરિયમ, સોલાર સિસ્ટમ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઓગમેન્ટેડ રિયાલિટી અને 3D હોલોગ્રાફિક ડિસ્પ્લે અને ફ્લાઈટ સૂટનો પણ સમાવેશ થાય છે! તમે તમારી મુલાકાતો દરમિયાન ઈસરોના અનુભવી વૈજ્ઞાનિકો દ્વારા તમારા પ્રશ્નોના જવાબો પણ મેળવી શકો છો.

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

02 કલાક

જાણવા જેવું

સવારે 10થી સાંજે 5.30 સુધી ખુલ્લું, સોમવારે બંધ. સરનામું: સ્પેસ એપ્લિકેશન સેન્ટર, સેટેલાઇટ રોડ, જોધપુર ટેકરા, અમદાવાદ. ફોન: 079-26914042

સમય :10:00 થી 17:30

એન્ટ્રી ફી : નિઃશુલ્ક