સુંદરવન

પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 5.03 કિલોમીટર

સુંદર વન એક નાનું પ્રાણીસંગ્રહાલય છે જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિની અંદર ડોકિયુ કરાવડાવવામા આવે છે.

1978માં સુંદરવનને નેચર પાર્કમાં તબદીલ કરવામા આવ્યો હતો, તે પહેલા તે સારાભાઇની માલિકીનો આંબાનો બગીચો હતો. તેનું ઉદ્ઘાટન જાણીતા પક્ષીવિદ સલીમ અલી દ્વારા ઓક્ટોબર 28, 1978માં કરવામા આવ્યું હતું. ભારતની કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય સત્તા દ્વારા તેને મિની ઝૂનો (લઘુ પ્રાણીસંગ્રહાલય) દરજ્જો મળેલો છે.

આ ચાર એકરમાં ફેલાયેલો પાર્ક સુંદર વૃક્ષો અને જળાશયોથી સુશોભિત છે જ્યાં પક્ષીઓને પણ નિહાળી શકાય છે. પાર્કમાં સરિસૃપ, પક્ષીઓ, નાના સસ્તન પ્રાણી, પતિંગયા અને માછલીઓ માટે અલગ અલગ વિભાગો બનાવવામા આવ્યા છે. આ મિની ઝૂ તેના સાપના પાર્ક માટે વિખ્યાત છે જ્યાં મુલાકાતીઓ ને સાપ અંગેની માહિતી પ્રદર્શન દ્વારા આપવામા આવે છે. પ્રદર્શન માટે વિશેષ સ્ટેજ અને બેસવાની વ્યવસ્થા પણ છે.

પ્રદર્શનનો ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણના સંતુલનમાં સાપની ભૂમિકા અંગે સાચી માહિતી આપવી અને તે અંગે જાગૃતિ લાવવાનો છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વરા અલગ અલગ પ્રવૃત્તિઓ પણ અહીં આયોજિત કરવામા આવે છે.

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

સરનામું: સુંદરવન, ઇસરોની બાજુમાં, સેટેલાઇટ રોડ, અમદાવાદ ઉનાળો- સવારે 9 વાગ્યાથી સાંજે 7 સુધી. શિયાળો- સવારે 9 વાગ્યાથી સાંજે 7 સુધી. સોમવારે બંધ. પ્રવેશ શુલ્ક: 12 વર્ષથી નીચેના શાળાના વિદ્યાર્થીઓ - રૂ. 15 શાળા શિક્ષકો અને સહયોગીઓ - રૂ. 20 12 વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓ - રૂ. 20 12 વર્ષથી નીચેના બાળકો - રૂ. 20 વયસ્ક અને 12 વર્ષથી ઉપરના મુલાકાતી - રૂ. 30

સમય :09:00 થી 18:00