સરદાર પટેલ સ્ટેડિયમ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.63 કિલોમીટર

સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરામાં સ્થિત છે જે આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાની ડિઝાઇન અને મહેન્દ્ર રાજની ઇજનેરી કુશળતાનો એક રસપ્રદ નમૂનો છે.

1950ના સમયમાં બોમ્બે પ્રાંતે 80000 ચોરસ યાર્ડ જમીન ક્રિકેટ ક્લબ ઓફ અમદાવાદ (CCA)ને સ્ટેડિયમ બનાવવા માટે ભેટમાં આપી હતી. એક ટોકન ભાવમાં આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામા આવી હતી. તે સમયે અમદાવાદના મેયર શેઠ ચીનુભાઇ ચિમનભાઇએ આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા અને ભારતના ખ્યાતનામ એન્જિનયરો પૈકી એક એવા મહેન્દ્ર રાજને સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની બિલ્ડિંગ બનાવવાનું કામ સોંપ્યું હતું. સ્ટેડિયમનું નિર્માણ 1966માં પૂર્ણ થયું હતું.

આ સ્ટેડિયમ મુખ્યત્વે રણજી ટ્રોફી જેવી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સ્પર્ધાઓ માટે ઉપયોગમાં લેવાતું હતું. 25 નવેમ્બર 1981ના રોયજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડે મેચ આ મેદાન પર યોજાયેલી એક ઐતિહાસિક યાદગીરી છે.

1960માં ટાંચા સાધનો અને સંશાધનો હોવા છતા ચાર્લ્સ કોરિયા અને મહેન્દ્ર રાજે તેમના કૌશલ્યથી આ સ્ટેડિયમનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. જીણી જોડાયેલી પ્લેટોની રચના નીચેથી ઉપર સુધી જઇને આખું માળખું બનાવે છે જેમાં દર્શકો માટેનું સ્ટેન્ડ અને 20 મીટર લાંબી છત બનાવવામા આવી છે. ક્રિકેટ સિવાય અન્ય કાર્યક્રમોનું પણ અહીં આયોજન થાય છે.

નજીકના સ્થળો

અમદાવાદની ગુફા

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.66 કિલોમીટર
મિલમાલિકનું મકાન (મિલ ઓનર્સ બિલ્ડીંગ)

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.19 કિલોમીટર
સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT - સેપ્ટ યુનિવર્સિટી)

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.48 કિલોમીટર
ગુજરાત વિદ્યાપીઠ

આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.46 કિલોમીટર
નટરાની

આર્ટ અને ક્રાફ્ટ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.06 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

સમય :08:00 થી 16:00

એન્ટ્રી ફી : પરિસરની મુલાકાત માટે કોઈ ચાર્જ નથી.