અમદાવાદની ગુફા

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.3 કિલોમીટર

અમદાવાદની ગુફા એ એક કલાકાર અને એક શિલ્પકાર વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. માસ્ટર આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ આ ભૂમિગત બાંધકામની રચના કરી હતી, જેમાં દિવંગત માસ્ટર કલાકાર મકબૂલ ફિદા હુસૈનના ભીંતચિત્રો લગાવવામાં આવેલાં છે.

1990ના દાયકાની શરૂઆતમાં, આર્કિટેક્ટ દ્વારા આ અસાધારણ ગેલેરીની ડિઝાઈન શરૂ કરવામાં આવી હતી. ગુફાના ગુંબજો ફેરો-સિમેન્ટમાંથી બનાવવામાં આવ્યા છે અને સૂર્યપ્રકાશને ફેલાવવા માટે ગુંબજોને ચાઈના મોઝેઇકથી કવર કરવામાં આવ્યા છે. ગુંબજની બહારની બાજુના ઢાંચા પર સર્પ જેવી આકૃતિઓને ચિત્રિત કરવામાં આવી છે. ગુફાની અંદર હુસૈનના ભીંતચિત્રો પર પડતો સૂર્યપ્રકાશ પ્રાચીન ગુફામંદિરોની યાદ અપાવે છે.

સિમેન્ટના છાપરાવાળા ગુંબજોની નીચે અંડરગ્રાઉન્ડ જગ્યા પર ફરતાં-ફરતાં તમે હુસૈનના ભીંતચિત્રો અને આદિજાતિ શૈલીની કલાકૃતિઓ નિહાળી શકો છો. આ જ કોમ્પ્લેક્સમાં ટેમ્પરરી એક્ઝિબિશન્સ ગોઠવવા માટે હરવિટ્ઝ ગેલેરી આવેલી છે. આ ઉપરાંત, ત્યાં આર્ટ સંબંધિત પુસ્તરોનું વેચાણ કરતું એક બુક કાઉન્ટર પણ આવેલું છે. અહીંયા સમયાંતરે વિવિધ પ્રકારના પર્ફોમન્સીસ અને કાર્યક્રમો આયોજિત કરવા માટે એક એમ્ફિથિયેટર આવેલું છે, જેની બાજુમાં એક કેફે પણ આવેલું છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

હુસૈન-દોશી ગુફા તરીકે પણ ઓળખાય છે, આ બિનપરંપરાગત જગ્યા ઘણા મુલાકાતીઓને આકર્ષે છે.

નજીકના સ્થળો

મિલમાલિકનું મકાન (મિલ ઓનર્સ બિલ્ડીંગ)

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.18 કિલોમીટર
સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT - સેપ્ટ યુનિવર્સિટી)

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.48 કિલોમીટર
ગુજરાત વિદ્યાપીઠ

આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.07 કિલોમીટર
લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
નટરાની

આર્ટ અને ક્રાફ્ટ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.7 કિલોમીટર
સરદાર પટેલ સ્ટેડિયમ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.66 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

એક્ઝિબિશન ગેલેરી અને ગુફા મંગળવાર - રવિવારે ખોલવામાં આવે છે પરંતુ સોમવાર અને જાહેર રજાના દિવસે બંધ હોય છે.

સમય :10:00 થી 20:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક