ટાઉન હોલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 0.72 કિલોમીટર

શેઠ મંગળદાસ ગિરધરદાસ ટાઉન હોલ એ પશ્વિમ અમદાવાદમાં થિયેટર પ્રદર્શન માટે ખૂબ જાણીતો સાર્વજનિક હોલ છે. લોકોમાં તે ટાઉન હોલ તરીકે પ્રચલિત છે.

1891માં એલિસબ્રિજના નિર્માણ બાદ, આગામી દાયકાઓમાં સાબરમતી નદીના પશ્વિમ કિનારા પર નવી ઇમારતો અને રહેણાક વિસ્તારોનું નિર્માણ થવા લાગ્યું હતું. ત્યારે અમદાવાદના સત્તાધીશો અને જાણીતા વેપારી પરિવારોને અહીં એક સાર્વજનિક ઓડિટોરિયમની જરૂરિયાત જણાઇ હતી. 1930માં ટાઉન હોલની ડિઝાઇનનું કામ ક્લોડ બેટલીને સોંપવામા આવ્યું હતું.

આ હોલનું નામ જાણીતા કાપડના ઉદ્યોગપતિ મંગળદાસ પરથી આપવામા આવ્યું છે. તેને બાદમાં 1960માં બાલકૃષ્ણ દોશી અને 1990માં કમલ મંગળદાસ દ્વારા રિનોવેટ કરવામા આવ્યો હતો.

આ ટાઉનહોલનું સ્થાપત્ય ક્લોડ બેટલીએ બનાવડાવ્યું છે જેઓ 1920 થી 1940 વચ્ચે જે.જે. સ્કુલ ઓફ આર્ટ્સના પ્રિન્સીપલ હતા. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં મોડર્ન સ્થાપત્યના નિર્માણમાં ક્લોડ બેટલીએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે 1938ની આસપાસ ટાઉન હોલની ડિઝાઇન બનાવી હતી.

આ ઇમારતનું નિર્માણ ઇન્ડો-સાર્સેનિક અથવા તો ઇન્ડો-ગોથિક સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ બ્રિટિશ આર્કિટેક્ટ 19મી અને 20મી સદીમાં ભારતમાં જાહેર ઇમારતો બનાવવામા કરતા હતા. તેમાં ભારતીય અને યુરોપીયન શૈલીનું મિશ્રણ જોવા મળતું.

આ અષ્ટકોણીય બાંધકા લાલ ઇંટના પાયા પર સ્થિત છે અને તેના ગુંબજમાં માંથી અંદર પ્રકાશ પાડવામા આવે છે. અંદરના રાચરચીલાને આકરા તાપથી બચાવવા માટે છજ્જા અને જાળી મુકવામા આવી છે જે ગુજરાતની ઇમારતોના સ્થાપત્યમાં જોવા મળે છે.

આ ઓડિટોરીયમમાં બેઠક ક્ષમતા 1200 લોકોની છે. બાલકની સુધી છ ગોળાકાર સીડીઓ દ્વારા પહોંચી શકાય છે. તેની ડિઝાઇન મંડપ પરથી પ્રભાવિત છે. ભૌમિતિક દ્રષ્ટિએ તેના ઇન્ટેરિયર સુંદર રીતે ગોઠવવામા આવ્યા છે જે ક્લોડ બેટલીના કામ કરવાના સિદ્ધાંતોની છાપ જોવા મળે છે. બેટલી હંમેશા યોગ્ય નકશો, સુમેળ, શિલ્પની વિગતો અને ભૂમિતિ પર ખાસ ધ્યાન આપતા જેથી આર્કિટેક્ચરમા રસ ધરાવતા લોકોને યોગ્ય માહિતી મળે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આજે, ઓડિટોરિયમ દરરોજ સાંજે સંગીત, થિયેટર અને નૃત્યના હાઉસફુલ પ્રદર્શનનું સ્થળ છે. જો તમને આ સ્થળ પર કોઈપણ પ્રદર્શનનો આનંદ માણવાની તક મળે તો તક ગુમાવશો નહીં!

નજીકના સ્થળો

સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.01 કિલોમીટર
દીવાનનો બંગલો

આઝાદી પહેલાનો યુગ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.23 કિલોમીટર
લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.46 કિલોમીટર
એમ જે લાયબ્રેરી

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.17 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

15 મિનિટ

જાણવા જેવું

અંદરથી હોલ જોવા માટે શો દરમિયાન મુલાકાત લો.

સમય :08:00 થી 23:59

એન્ટ્રી ફી : ચાલુ પ્રસંગ પર આધાર રાખે છે