લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.19 કિલોમીટર

લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ (એલ.ડી. મ્યૂઝિયમ) માં સુંદર શિલ્પ કલાકૃતિઓ, હસ્તપ્રતો, ચિત્રો અને સિક્કાઓનો સંગ્રહ છે. અહીં જૈન કળાનું સંગ્રહ નોંધપાત્ર છે. આ ઇમારતમાં જ એન.સી. મેહતા મ્યૂઝિયમ છે જેમાં લઘુચિત્રોનો સંગ્રહ છે.

ભારતીય સંસ્કૃતિના સંશોધન માટેની સંસ્થા અંગેનો વિચાર એક જૈન સંત, શ્રી પૂણ્યવિજયજી દ્વારા રજૂ કરવામા આવ્યો હતો અને આ પ્રોજેક્ટને અમદાવાદના જાણીતા બિલ્ડર કસ્તુરભાઇ લાલભાઇએ આગળ વધાર્યો હતો. તેના માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા જમીન દાનમાં આપવામા આવી હતી.

આ સંસ્થાની ડિઝાઇન બાલકૃષ્ણ દોશી દ્વારા કરવામા આવી હતી જેમણે સ્થાપત્યની આધુનિક શૈલી અને અમદાવાદના હવામાનની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લીધી હતી. જૈન સંતો અને તજજ્ઞો માટે ખૂબ જ અગત્યના દસ્તાવેજો અને હસ્તપ્રતો શ્રી પૂણ્યવિજયજીએ દાનમાં આપ્યા હતા. 1963 માં પહેલી વખત આ સંગ્રહને પ્રથમ માળે પ્રદર્શનમાં મૂકવામા આવ્યું હતું.

મ્યૂઝિયમને સત્તાવાર રીતે લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ તરીકે 1984માં નવી બિલ્ડિંગમાં ખુલ્લું મૂકવામા આવ્યું હતું. આ બિલ્ડિંગની ડિઝાઇન આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ કરી હતી જેમાં બે ગેલેરી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર શ્રીમતિ માધુરી દેસાઇ ગેલેરી છે જેમાં તેમના દ્વારા 1978માં દાનમાં અપાયેલા સુદર શિલ્પ કલાકૃતિઓ અને લાકડામાં બનેલી કલાકૃતિઓ રજૂ કરવામા આવી છે. બીજી મુની પૂણ્યવિજયજી ગેલેરી જે પહેલા માળે છે અને ત્યાં જૈન કળા પ્રદર્શનમાં મૂકવામા આવી છે.

1993 માં આ મ્યૂઝિયમમાં એન.સી.મહેતા મ્યૂઝિયમનો સમાવેશ થયો હતો જેમાં લઘુચિત્રોના સંગ્રહથી મ્યૂઝિયમની શોભા વધી ગઇ હતી. 1958માં નાનાલાલ સી મહેતાના નિધન બાદ તેમના પત્નિ શાંતા મહેતાએ તેમનો સંગ્રહ ગુજરાત મ્યૂઝિયમ સોસાયટીને દાનમા આપી દીધો હતો જેમણે તેમના સન્માનમાં એક મ્યૂઝિયમ બનાવ્યું અને તેનું ઉદ્ધાટન જવાહરલાલ નેહરૂએ કર્યું હતું. ભેજની સમસ્યાના લીધે આ મ્યૂઝિયમને સંસ્કાર કેન્દ્રથી ખસેડીને એલ.ડી મ્યૂઝિયમમાં લઇ જવામા આવ્યું હતું. નિર્ધારિત પ્રમાણમાં લાઇટ પ્રકાશિત થઇ શકે તેવી એક ગેલેરી બાલકૃષ્ણ દોશી દ્વારા નિર્માણ કરવામા આવી હતી જ્યાં ચિત્રો રજૂ કરી શકાય છે.

આ મ્યૂઝિયમમાં અન્ય મહાનુભાવોના સંગ્રહનો પણ લાભ મળ્યો છે જેમાં પ્રિયંકા મુનશોનો સિક્કા સંગ્રહ, લીલાવતી લાલભાઇના કાંસાના બુદ્ધા અને લાકડાની કલાકૃતિઓ અને અરવિંદભાઇ નરોત્તમના ચોલાના કાંસાનો સંગ્રહ અભૂતપૂર્વ છે.

આ મ્યૂઝિયમમાં ભારતમાં શાસન કરી ચૂકેલા મોર્ય, ચોલા અને મુઘલ જેવા રાજવંશોના સમયગાળાની કલાકૃતિઓનો સંગ્રહ છે. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો ચિતાર જોવા મળ છે પરંતુ મોટાભાગનો સંગ્રહ જૈન કળા, સ્થાપત્ય, હસ્તપ્રતો, દસ્તાવેજો, પુસ્તકો અને લઘુચિત્રોનો છે. જૈન હસ્તપ્રતોનો સંગ્રહ અદભૂત છે.

અહીં એક મુઘલ ચિત્રકાર ઉસ્તાદ સલીવાહના દ્વારા 1610માં આગ્રામાં ચિત્રણ કરવામાં આવેલો દસ્તાવેજ છે જેમાં મુઘલ બાદશાહ જહાંગીરનું ફરમાન છે. આ ફરમાનમાં જૈન ઉત્સવ પર્યુષણ દરમિયાન પ્રાણીઓની કતલ પર પાબંદી ફરમાવવામા આવી છે. આ દસ્તાવેજને વિજ્ઞપ્તિપત્ર કહેવામા આવે છે.

લઘુચિત્રોના સંગ્રહમાં મુઘલ, જયપુર, મારવાડ, માળવા અને પહરી શૈલીનો સંગ્રહ સમાવિષ્ટ થાય છે.

નજીકના સ્થળો

અમદાવાદની ગુફા

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
મિલમાલિકનું મકાન (મિલ ઓનર્સ બિલ્ડીંગ)

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.14 કિલોમીટર
સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT - સેપ્ટ યુનિવર્સિટી)

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.76 કિલોમીટર
લો ગાર્ડન

અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પ્રકૃતિ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.42 કિલોમીટર
આઇઆઇએમ (IIM) – અમદાવાદ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.75 કિલોમીટર
પરિમલ ગાર્ડન

પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.61 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

01 કલાક

જાણવા જેવું

મંગળવારથી રવિવાર, સવારે 10.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, જાહેર રજા અને સોમવારે બંધ. પ્રવેશ નિ:શુલ્ક છે. અપોઇન્ટમેન્ટ દ્વારા ગાઇડેડ ટૂર આયોજિત કરી શકાય છે. મ્યૂઝિયમમાં સમયાંતરે વર્કશોપ અને પ્રદર્શન યોજવામા આવે છે. મ્યૂઝિયમના કાઉન્ટર પર પોસ્ટકાર્ડ અને પ્રકાશનોનું વેચાણ કરવામા આવે છે. સંપર્ક: લાલભાઇ દલપતભિ મ્યૂઝિયમ, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી પાસે, નવરંગપુરા, અમદાવાદ ફોન- 079-26306883 ઇમેલ- mail@ldmuseum.co.in

સમય :10:30 થી 17:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક