સાબરમતી રિવરફ્રન્ટ

અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 0.74 કિલોમીટર

સાબરમતી રિવરફ્રન્ટ બાંધકામની દ્રષ્ટિએ એક આકર્ષક પ્રોજેક્ટ છે અને તેના લીધે નદીની આસપાસ વિકાસ થયો છે અને મનોરંજન માટે પણ ઘણી સુવિધાઓનું નિર્માણ થયું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નદીની આસપાસનું પર્યાવરણનું સુરક્ષિત કરવાનું છે. નદીના કિનારા પર દિવાલો બાંધીને કિનારા પર ધોવાણ અટકાવવાનું તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર ન આવે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. ગરમીના દિવસોમાં નદીનો પટ સૂકાઇ ન જાય તે પણ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે.

રિવરફ્રન્ટ નિર્માણથી આસપાસના વિસ્તારોમાં સામાજિક વિકાસ થયો છે અને લોકોના મનોરંજન માટે એક મોટા સાર્વજનિક સ્થળનું નિર્માણ થયું છે. સાબરમતીની આસપાસ સર્વાંગી અને સ્થિર વિકાસ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે.

સાબરમતી નદીના ઋતુ અનુસારના મિજાજને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના વિકાસનો વિચાર આવ્યો હતો. ચોમાસામાં સાબરમતીમાં પાણીની આવક થવાથી આસપાસના વિસ્તારોમાં પૂરની સમસ્યા સર્જાય છે જ્યારે ઉનાળામાં પાણી સૂકાઇ જાય છે. પહેલો પ્લાન 1961માં ફ્રેન્ચ-અમેરિકન આર્કિટેક્ટ બર્નાર્ડ કોને રજૂ કર્યો હતો જેઓ એક અર્બન પ્લાનર હતા. 1997માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની રચના કરી ત્યારે ફરી આ વિચાર સામે આવ્યો. મે 1997માં ભારત સરકારના આર્થિક સહયોગથી આ કોર્પોરેશનની રચના કરવામા આવી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ એક વિશાળ સાર્વજનિક સ્થળ છે જેમાં પાર્ક, બગીચા, ઘાટ, માર્કેટ, ફુડ ઝોન, કાર્યક્રમો માટેના સ્થળ, બાળકો માટે રમતગમતના સ્થળો સહિતના વિવિધ મનોરંજન માટેના સ્થળો છે.

નદીની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું સુગમતાપૂર્વક સંચાલન થાય છે. રિવરફ્રન્ટના રસ્તાઓના લીધે આસપાસના સાર્વજનિક રસ્તાઓ પર ટ્રાફિક હળવો કરવામા સહાયતા મળી છે. રિવરફ્રન્ટના કિનારે ચાલવા માટે 11 કિમીનો વોકિંગ વે બન્ને તરફ બનાવવામા આવ્યો છે. અહીં સુંદર બગીચાઓમાં સમયાંતરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર શો જેવા કાર્યક્રમો યોજાતા રહે છે. મેરેથોન અને સાઇકલને લગતા વિવિધ કાર્યક્રમો માટે પણ રિવરફ્રન્ટ એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

અહીં ઇવેન્ટ ગ્રાઉન્ડમાં 40 હજાર ચોરસ મીટરમાં લોન પથરાયેલી છે જેમાં 50 હજાર લોકો એકસાથે ભેગા થઇ શકે છે. અહીં અલગ અલગ પ્રદર્શન કેન્દ્રો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામા આવી રહી છે.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.43 કિલોમીટર
એલિસ બ્રિજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.4 કિલોમીટર
ખાન જહાન દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.4 કિલોમીટર
મજૂર મહાજન સંઘ

આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
માણેક બુર્જ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.41 કિલોમીટર
સિદી સૈયદ મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.43 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

01 કલાક

જાણવા જેવું

પ્રવેશ ફી માત્ર ફ્લાવર પાર્ક માટે છે. ફ્લાવર પાર્ક સોમવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં ખુલ્લો રહે છે.

સમય :06:00 થી 21:00

એન્ટ્રી ફી : પુખ્ત: INR 20/-; બાળક (5-12), વરિષ્ઠ નાગરિક: INR 10/-