ભદ્રના કિલ્લાની અંદર આવેલા માતા ભદ્રકાળીના મંદિરના નામ પરથી આ કિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે. આ કિલ્લો અમદાવાદ શહેરના સીમાચિહ્નરૂપ છે.
આ કિલ્લો અમદાવાદના સૌથી જૂના એન્ક્લેવનો હિસ્સો છે, જેની સ્થાપના સુલતાન અહેમદ શાહે ઇ.સ. 1411માં કરી હતી. કિલ્લાનું મૂળ સંકુલ ઘણું મોટું હતું, જેનો મોટાભાગનો હિસ્સો આટલા વર્ષો દરમિયાન નષ્ટ થઈ ગયો છે. મિરાત-એ-અહમદીમાં દર્શાવ્યા પ્રમાણે આ કિલ્લો આરક કિલ્લા તરીકે પણ ઓળખાય છે. આઝમ ખાન સરાઈનું નિર્માણ મુઘલ સામ્રાજ્યના એક ગવર્નર દ્વારા 17મી સદીમાં કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કિલ્લાની અંદરનું મંદિર મરાઠાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ કિલ્લાનો કેટલોક હિસ્સો બ્રિટિશ લોકો દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. તેમના દ્વારા બનાવવામાં આવેલો ક્લોક ટાવર કિલ્લાના પ્રવેશદ્વાર પર જોવા મળે છે. આ ક્લોક એટલે કે ઘડિયાળ લંડનથી ઇ.સ. 1849માં અહીંયા લાવવામાં આવી હતી અને 1870માં તેને ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. 1915માં કેરોસીન લેમ્પને અમદાવાદની પહેલી ઇલેક્ટ્રિક લાઇટ્સથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો.
મધ્યયુગીન સમયમાં આ કિલ્લાનો ઉપયોગ અદાલત તરીકે કરવામાં આવતો હતો અને બ્રિટિશ શાસન દરમિયાન તેનો જેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
આ કિલ્લા સાથે ધનની દેવી લક્ષ્મીની એક લોકપ્રિય દંતકથા સંકળાયેલી છે, જે મુજબ દેવી લક્ષ્મી જ્યારે કિલ્લાની બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને સિદ્દીક કોટવાલ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. કોટવાલે તેમને વિનંતી કરી હતી કે જ્યાં સુધી તે રાજાની પરવાનગી લઇને પાછો ન આવે ત્યાં સુધી તેઓ કિલ્લો છોડીને જાય નહીં. દેવી લક્ષ્મી શહેરમાં જ રહે તે માટે થઈને કોટવાલે પોતાનું માથું સુદ્ધાં કપાવી નાખ્યું હતું, જેના પરિણામે અમદાવાદ શહેર સમૃદ્ધ થયું હતું. આ કિલ્લાની નજીક સિદ્દીક કોટવાલની કબર આવેલી છે.
હાલમાં તીન દરવાજાનો ઉપયોગ રોડ ક્રોસિંગ તરીકે થાય છે અને તે કિલ્લાની બહાર જોવા મળે છે. ભદ્ર કાલી મંદિર, જામા મસ્જિદ, આઝમ ખાન સરાઈ અને ક્લોક ટાવર જોવાલાયક છે કારણ કે તે બધા ભદ્ર કિલ્લાની દિવાલોની અંદર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે મળીને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 2014માં કિલ્લાનું નવીનીકરણ કર્યું હતું.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , હવેલીઓ અને ખાનગી આવાસો
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
ભદ્ર કિલ્લો એ ભદ્ર પ્લાઝાનો એક ભાગ છે. કિલ્લાના પ્રવેશદ્વારની સામે કપડાં, અન્ય એસેસરીઝ તેમજ સસ્તી ચીજવસ્તુઓ વેચનારા ઘણા વિક્રેતાઓ છે. ત્યાં તમને જૂના સિક્કાઓ વેચનારા લોકો પણ મળી જશે, તેમજ જૂના સિક્કાઓનો સંગ્રહ કરનારા સંગ્રાહકો પણ તેમની શોધમાં ત્યાં આવતા હોય છે. ભદ્ર ચોકમાંથી કિલ્લાનો અગ્રભાગ જોઇ શકાય છે, જે ટાવરોની જોડી પર ઉભેલું એક ભવ્ય ઇંટોનું માળખું રચાયેલું જોવા મળે છે. દરવાજામાંથી અંદર પ્રવેશીને સીડીઓ તરફ વળો. આ સીડીઓ તમને છત પર લઇ જશે, જ્યાંથી તમે આસપાસના શહેરનું દ્રષ્ય નિહાળી શકશો.
સમય :08:00 થી 18:00
એન્ટ્રી ફી : નિ:શુલ્ક