આ ક્લબ અમદાવાદની પહેલવહેલી ક્લબોમાંની એક છે. સરદાર પટેલ જેવા રાજ્યના અનેક અગ્રણી નાગરિકો સાથે આ ક્લબનો ઐતિહાસિક સંબંધ છે.
ક્લબની સ્થાપના સૌપ્રથમ એક પ્રસિદ્ધ શિક્ષક રાવ બહાદુર નાગરજી દેસાઈએ અમદાવાદના કોટ વિસ્તારમાં કરી હતી. ઇ.સ. 1905માં આ ક્લબને ભદ્ર કિલ્લા પાસે આવેલા તેના પ્રવર્તમાન બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવી હતી. તે સમયે ચિમનલાલ ઠાકોરે ક્લબને નવું સ્વરૂપ આપ્યું હતું.
આ અમદાવાદની પહેલી ક્લબોમાંની એક હતી જેમાં ઇનડોર ગેમ્સની સુવિધાઓ હતી. સરદાર પટેલ બ્રિજ રમવા માટે અહીંયા આવ્યા હતા અને અહીંયા જ તેઓ ઇ.સ. 1916માં મહાત્મા ગાંધીને મળ્યા હતા. ક્લબના પદાધિકારીઓમાં સારાભાઈ, લાલભાઈ અને માવળંકર પરિવારના સભ્યો જેવા અનેક અગ્રણી લોકો સામેલ હતા.
શહેરના કોટ વિસ્તારની ધાંધલ-ધમાલ વચ્ચે આ ક્લબમાં મુખ્ય રસ્તાને કિનારે વૃક્ષો ઝળૂંબી રહ્યાં છે. ક્લબના અગ્રભાગમાં આર્ટ ડેકો શૈલીની ડિઝાઈન અને યુરોપિયન કોલમ્સ આવેલી છે.
ગુજરાત ક્લબની સ્થાપના 18મી માર્ચ, 1888ના રોજ બૌદ્ધિકો, બેરિસ્ટરો, ડોક્ટરો, સમાજ સુધારકો, લેખકો, શિક્ષણવિદો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
સરનામું: ટ્રેઝરી ઓફિસ સામે, સિટિ સિવિલ કોર્ટની પાછળ, ભદ્ર, અમદાવાદ. ફોન નં.: 079 - 25501988
સમય :10:00 થી 18:00
એન્ટ્રી ફી : રૂ 10/-