અષ્ટપદ દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.81 કિલોમીટર

અષ્ટપદ દેરાસર એ હવેલી શૈલીનું જૈન મંદિર છે, જેમાં જૈન મંદિર શૈલીના કેટલાંક સુંદર સુશોભનો કરેલાં છે. આ મંદિર હરકુંવર શેઠાણી ની હવેલી નજીક અને દોશીવાડા ની પોલના અંતે સોનીની દુકાન અને જૈન શૈક્ષણિક સંસ્થાની બાજુમાં સ્થિત છે.

અષ્ટપદ દેરાસર ઇ.સ. 1856માં એક અગ્રણી જૈન વેપારી અને દાનેશ્વરી શેઠ મગનલાલ કરમચંદ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ દેરાસરમાં સફેદ, લાલ અને કાળા આસરથી બનેલી અસંખ્ય મૂર્તિઓ છે, જેવીકે આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામીની મૂર્તિઓ, મંદિરના આશ્રયદાતાઓ અને શેઠ મગનલાલના ગુરૂની મૂર્તિઓ પણ છે.

દેરાસરના પરિસરમાં એક પ્રવેશ મંડપ, મુખ્ય દેરાસર, એક અન્ય મંડપ અને નંદેશ્વર દીપ મંદિર છે. રસ્તા તરફ પડતો દેરાસરનો અગ્રભાગ બે માળનો છે, જેમાં ચાર ઝરૂખાઓ છે. આ અગ્રભાગને નર્તક-નર્તકીઓ અને સંગીતકારોથી સુશોભિત કરવામાં આવ્યો છે. સીડીઓ ચડીને ઉપરના આંગણામાં જાઓ તો ત્યાં આરસનું બનેલું મંદિર છે. નંદેશ્વર દીપ મંદિર તેની ઉપર રહેલા વિશાલ શિખરથી ઓળખાઈ જાય છે.

નજીકના સ્થળો

અમૃતવર્ષિણી વાવ

મુઘલ યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.27 કિલોમીટર
ચિનુભાઈ બેરોનેટ હાઉસ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
દયાભાઈ મહેતા હવેલી

હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર
હાટકેશ્વર મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર
પંચકુવા દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
રાયપુર દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.62 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

જાણવા જેવું

મંદિર 7:00 કલાકથી 11:30 કલાક અને પછી 17:00 કલાકથી 19:00 કલાક સુધી ખુલ્લું છે.

સમય :07:00 થી 19:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક