અમદાવાદ ટેક્સટાઈલ મિલ ઓનર્સ બિલ્ડીંગ અથવા તો ATMA (આત્મા) હાઉસ તરીકે પ્રખ્યા મિલમાલિકનું મકાન લા કોર્બુસિએરની સ્થાપત્ય શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ પૈકીનું એક છે. લા કોર્બુસિએર આધુનિક સ્થાપત્ય (મોડર્ન આર્કિટેક્ચર)ના પ્રણેતા તરીકે વ્યાપક રીતે પ્રખ્યાત છે. આ બિલ્ડીંગ એક આર્કિટેક્ચરલ માસ્ટરપીસ છે, જે વિશ્વભરના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ અને સ્થાપત્યકલામાં રચરૂચિ ધરાવનારા લોકોને આકર્ષિત કરે છે.
અમદાવાદમાં કાપડ ઉદ્યોગની શરૂઆત રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ દ્વારા સ્થાપવામાં આવેલા ઔદ્યોગિક એકમને કારણે થઈ હતી, જેમણે ઇ.સ. 1861માં અમદાવાદ શહેરમાં સ્પિનિંગ અને કોટન મિલની શરૂઆત કરી હતી. તે પછીના આગામી કેટલાક દાયકાઓમાં અન્ય ઘણી મિલો શરૂ કરવામાં આવી અને ઇ.સ. 1891માં અમદાવાદમાં મિલ ઓનર્સ એસોસિયેશન (ATMA)ની રચના કરવામાં આવી. રણછોડલાલ છોટાલાલ આ એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતા.
1950ના દાયકા સુધીમાં અમદાવાદમાં 60થી પણ વધુ ટેક્સટાઈલ મિલો હતી. અમદાવાદ શહેરને પૂર્વ વિસ્તારનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. અમદાવાદ મિલ ઓનર્સ એસોસિયેશનની વધતી જતી સભ્યસંખ્યાને જોતાં, એસોસિયેશનની ઓફિસો અને પ્રવૃત્તિઓ માટે આત્મા હાઉસના બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો. માસ્ટર આર્કિટેક્ટ લા કોર્બુસિએરને 1950 ના દાયકાની મધ્યમાં સુરોત્તમ હઠીસિંહ દ્વારા અમદાવાદ મિલ ઓનર્સ એસોસિએશનનું નવું હેડક્વાર્ટર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. સુરોત્તમ હઠીસિંહ તે સમયે અમદાવાદ મિલ ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા.
સ્થાપત્યકલામાં રસરૂચિ ધરાવતા મુલાકાતીઓ માટે આત્મા હાઉસ એક ખૂબ જ પ્રભાવશાળી અને સ્થાપત્યની દ્રષ્ટિએ રસપ્રદ બિલ્ડીંગ છે. ત્રણ માળના આ બિલ્ડીંગની બંને બાજુએ એક નક્કર માળખાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે, અને આકરા તાપથી બિલ્ડીંગને છાંયો મળે અને ઇન્ટિરિયર મારફતે ઠંડી હવા અંદરની તરફ વહેતી રહે તે માટે સ્ટ્રટ્સ, સ્ક્રીન્સ અને દીવાલોની વ્યૂહાત્મક રચના કરવામાં આવી છે. પ્રકાશ અને છાયાવાળા ભૌમિતિક બોક્સ જેવા આ બિલ્ડીંગના બાંધકામમાં આ વિસ્તારના પરંપરાગત સ્થાપત્યને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં એક ઢોળાવવાળો રેમ્પ પણ છે, જે ઉપરના સ્તર સુધી લઈ જાય છે. બિલ્ડીંગની અંદર તમે અમદાવાદની ટેક્સટાઈલ મિલોનો નકશો, બિલ્ડીંગનો પ્લાન તેમજ એસોસિયેશનની રચના અને ઉદ્દેશ્યોની વિગતો જોઇ શકો છો.
તમે આ બિલ્ડીંગમાં લા કોર્બુસિએરના રસપ્રદ અને પ્રેરણાત્મક ક્વોટ્સ પણ વાંચી શકો છો. નાનકડી સીડી દ્વારા તમે છત સુધી પહોંચી શકો છો અને તેમાં સ્કાયલાઇટ્સ પણ છે જેના મારફતે કુદરતી પ્રકાશ નીચેના ઇન્ટિરિયર સુધી પહોંચે છે. છતનો ઉપયોગ વનસ્પતિ અને હાઇડ્રોપોનિક ખેતી માટે કરવામાં આવ્યો છે, જે એક રિપ્રોડક્ટિવ રિસોર્સ તરીકે છતનો ઉપયોગ કરવાના લા કોર્બુસિએરના વિઝન સાથે એકદમ બંધ બેસે છે. અમદાવાદમાં લા કોર્બુસિએર દ્વારા કરવામાં આવેલા બાંધકામ એ બાબતનું ઉદાહરણ છે કે 1950ના દાયકામાં ગ્રીન આર્કિટેક્ચરના સિદ્ધાંતોનું કેવી રીતે પાલન કરવામાં આવતું હતું.
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, હવેલીઓ અને ખાનગી આવાસો
30 મિનિટ
મુલાકાતીઓએ નિર્ધારિત મુલાકાતના દિવસના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા બિલ્ડીંગની મુલાકાત લેવાની પરવાનગી મેળવવા માટે અરજી કરવાની રહે છે. આ અરજી નીચે મુજબના સરનામે મોકલવાની રહે છે: સેક્રેટરી જનરલ ATMA, મિલઓનર્સ બિલ્ડીંગ, જૂની રિઝર્વ બેંકની સામે, આશ્રમ રોડ, અમદાવાદ- 380 009 atma.secgen@gmail.com વેબસાઈટ: http://atmaahd.com/protocols/#visitor_architect_academics_art-historians_others ● બિલ્ડીંગના ગેટ પર બતાવવા માટે તમારી મુલાકાતની તારીખ અને સમયની પુષ્ટિ કરતો પુરાવો સાથે રાખવો. ● બિલ્ડીંની મુલાકાત લેતા પહેલા, બિલ્ડીંગના પ્રથમ માળ પર જઇને સેક્રેટરી જનરલને મળો. ● વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ અને અન્ય લોકો માટે સ્ટડી ટુર આયોજિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને આર્કિટેક્ચર કંપનીઓને નિર્ધારિત મુલાકાતના દિવસના ઓછામાં ઓછા 25 દિવસ પહેલાં મુલાકાતની પરવાનગી મેળવવા માટે અરજી કરવાની જરૂર છે.
સમય :10:00 થી 17:00
એન્ટ્રી ફી : મુલાકાત માટે કોઈ ચાર્જ નથી.