સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT - સેપ્ટ યુનિવર્સિટી)

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.47 કિલોમીટર

પર્યાવરણના આયોજન અને ટેક્નોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત થયેલી સેપ્ટ યુનિવર્સિટીની સ્થાપના વિદ્યાર્થીઓને નિર્મિત વાતાવરણની કલા, વિજ્ઞાન અને ટેક્નોલોજી શીખવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કરવામાં આવી હતી. આજે સેપ્ટ યુનિવર્સિટી એ ભારતમાં આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇન માટેની અગ્રણી સ્કૂલોમાંની એક છે.

વર્ષ 1962માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ (AES) દ્વારા સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સાથે મળીને સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT) શરૂ કરવામાં આવ્યું હતું. આ આર્કિટેક્ચર કોલેજને ગુજરાત સરકારે ગ્રાન્ટ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડી હતી. ભારત સરકાર (HRD મંત્રાલય), ગુજરાત સરકાર અને ફોર્ડ ફાઉન્ડેશનની નાણાકીય સહાયથી વર્ષ 1972માં સ્કૂલ ઓફ પ્લાનિંગ (SP)ની સ્થાપના કરવામાં આવી હતી. અન્ય સ્કૂલો, સ્કૂલ ઓફ બિલ્ડીંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (SBST) અને સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન (SID)ની સ્થાપના ગુજરાત સરકારની ગ્રાન્ટની મદદથી અનુક્રમે વર્ષ 1982 અને 1991માં કરવામાં આવી હતી. વર્ષ 2005માં સેપ્ટ એવી યુનિવર્સિટી બની જેને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા મળી અને તેને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (DSIR) દ્વારા સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (SIRO) તરીકે પણ માન્યતા મળી.

બાલકૃષ્ણ દોશી અને તેમના આર્કિટેક્ટ સહયોગીઓએ દીવાલો વગરના કેમ્પસ તરીકે સેપ્ટ યુનિવર્સિટીના માળખાની પરિકલ્પના કરી હતી, જ્યાં વર્ગખંડોમાં જેટલું શિક્ષણ આપવામાં આવે એટલું જ શિક્ષણકાર્ય વર્ગખંડની બહાર ખુલ્લી જગ્યામાં પણ થતું હતું. અહીંયા ઇન્ફોર્મલ સ્પેસ, વર્કશોપ્સ અને સ્ટુડિયો ખુલ્લી જગ્યા અને ફોર્મલ બિલ્ડીંગો સાથે સંકળાયેલા છે. વિશાળ બારીઓ અને દરવાજા સાથે બનેલા સ્ટુડિયો એકદમ ખુલ્લી જગ્યાઓ છે, જ્યાં ખૂબ ઊંચી છતો બનાવવામાં આવી છે, જેના કારણે બારીઓમાંથી પ્રકાશ આવતો હોવા છતાં પણ આ જગ્યા ઠંડી રહે છે. દીવાલોનું લેઆઉટ એવું બનાવવામાં આવ્યું છે કે જેથી સૂર્યપ્રકાશની તીવ્રતા ઓછી થઈ જાય છે અને કુદરતી વેન્ટિલેશન જળવાઈ રહે છે. મુખ્ય બિલ્ડીંગની સામે બનાવવામાં આવેલી ઘુમાવદાર લૉન્સની એક સીરીઝ મુલાકાતીઓને સુખદ અનુભવ આપે છે.

હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર સેપ્ટ યુનિવર્સિટી સાથે કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસને શેર કરે છે, જ્યાં સમયાંતરે વિવિધ એક્ઝિબિશન્સ, ઇવેન્ટ્સ અને આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. આ જ પરિસરમાં કનોરિયા આર્ટ સેન્ટર કોર્સીસનું આયોજન કર છે અને રેસિડેન્સીસની મેજબાની કરે છે. કનોરિયા આર્ટ સેન્ટરમાં એક આર્ટ ગેલેરી પણ છે જ્યાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત, ત્યાં એક શોપ અને એક કાફે પણ છે. કમ્યુનિટી સાયન્સ સેન્ટર પણ સેપ્ટ સાથે પોતાનું કેમ્પસ શેર કરે છે, જ્યાં સાયન્સ સાથે સંકળાયેલા વિવિધ અભ્યાસક્રમો, વર્કશોપ્સ અને બાળકો માટે એક્ટિવિટીઝ આયોજિત કરવામાં આવે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

બાલકૃષ્ણ દોશી અને તેમના આર્કિટેક્ટ સાથીદારોએ CEPT ની કલ્પના દિવાલો વિનાના કેમ્પસ તરીકે કરી હતી, જ્યાં શિક્ષણ અને અધ્યયન વર્ગખંડોમાં જેટલું જ બહાર થાય છે, જેમાં અનૌપચારિક જગ્યાઓ, વર્કશોપ અને સ્ટુડિયો ખુલ્લા વિસ્તારો અને ઔપચારિક ઇમારતો સાથે છેદાય છે. સ્ટુડિયો એ વિશાળ બારીઓ અને દરવાજાઓ સાથેની ખુલ્લી જગ્યાઓ છે, જેમાં ડબલ-ઉંચાઈની છત છે જે જગ્યાને ઠંડી રાખે છે તેમ છતાં સ્કાયલાઈટ્સમાંથી પ્રકાશ આવે છે અને દિવાલોનો લેઆઉટ જે કઠોર સૂર્યપ્રકાશને કાપીને કુદરતી વેન્ટિલેશનને સક્ષમ કરે છે. વળાંકવાળા લૉનની શ્રેણી મુખ્ય બિલ્ડિંગના આગળના ભાગમાં સુખદ અનુભૂતિ આપે છે.

નજીકના સ્થળો

અમદાવાદની ગુફા

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.48 કિલોમીટર
મિલમાલિકનું મકાન (મિલ ઓનર્સ બિલ્ડીંગ)

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.26 કિલોમીટર
ગુજરાત વિદ્યાપીઠ

આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.84 કિલોમીટર
આઇઆઇએમ (IIM) – અમદાવાદ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.95 કિલોમીટર
લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.76 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

શૈક્ષણિક સંસ્થા હોવાને કારણે કેમ્પસના તમામ ભાગો મુલાકાતીઓ માટે ખુલ્લા નથી. સંસ્થા પોતાની વિવેકબુદ્ધિથી મુલાકાતીઓને મંજૂરી આપવાનો અધિકાર અનામત રાખે છે. ફોન: +91-79-26302470

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક