જ્યોતિ સંઘ

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.54 કિલોમીટર

જ્યોતિ સંઘ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા છે. તેની સ્થાપના મૃદુલા સારાભાઇએ 1934માં કરી હતી.

મૃદુલા સારાભાઇ પર મહાત્મા ગાંધીનો પ્રભાવ હતો અને જવાહરલાલ નેહરૂ તેમના આદર્શ હતા. બાળપણમાં તેઓ કોંગ્રેસના બાળ કાર્યકર ગ્રુપમાં કાર્યરત હતાં જેને વાનરસેના કહેવામાં આવતું અને તેઓ સત્યાગ્રહીઓ માટે પાણી અને સંદેશો લઇને જતા. તેમણે કોંગ્રેસ સેવાદળમાં જોડાઇને વિદેશી સામાન અને કપડાના બહિષ્કારના કાર્યક્રમો કર્યા હતાં. મીઠા સત્યાગ્રહમાં તેમની ભૂમિકા બદલ બ્રિટીશ સરકારે તેમને કેદ પણ કરેલાં.

તેમણે અન્ય મહિલાઓ સાથે 1934માં જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી. તેની સ્થાપનાનો પાયો મહાત્મા ગાંધી દ્વારા નાખવામા આવ્યો હતો. જ્યોતિ સંઘે મહિલાઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા માટે સપોર્ટ કરીને સશક્ત બનાવી હતી. વર્તમાન વિષયો પર ખુલીને બોલવાની મહિલાઓને છૂટ હતી અને લેક્ચર માટે તજજ્ઞોને બોલાવવામા આવતા હતા. જે મહિલાઓ ઘરેલૂ હિંસાનો ભોગ બની હતી તેમને પણ જ્યોતિ સંઘે વિશેષ મદદ કરી હતી. મહિલાઓને જાહેર જીવનમાં લાવવા માટે આ સંસ્થાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારત છોડો આંદોલન સમયે પણ જ્યોતિ સંઘની મહિલાઓએ સક્રિય રહી હતી.

એનજીઓની જૂની બિલ્ડિંગમાં જ્યોતિ સંઘ વિકાસ યાત્રા મ્યૂઝિયમ છે જેમાં આઝાદીની ચળવળ સમયે મહિલાઓની ભાગીદારી કેવી હતી તે અંગે પ્રદર્શન મૂકવામા આવ્યું છે. મૃદુલા સારાભાઇના સત્યાગ્રહથી લઇને જેમણે ગન પોઇન્ટ પર રહેલી એક મહિલાનો જીવ બચાવ્યો હતો તેવા ચારુબેન યોદ્ધા સહિત ઘણી મહિલા સત્યાગ્રહીઓના યોગદાનને આ મ્યૂઝિયમમાં રજૂ કરવામા આવ્યું છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

એનજીઓની જૂની બિલ્ડિંગમાં જ્યોતિ સંઘ વિકાસ યાત્રા મ્યૂઝિયમ છે જેમાં આઝાદીની ચળવળ સમયે મહિલાઓની ભાગીદારી કેવી હતી તે અંગે પ્રદર્શન મૂકવામા આવ્યું છે.

નજીકના સ્થળો

બાદશાહનો હજીરો (રાજાની કબર)

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.4 કિલોમીટર
હાઉસ ઓફ એમજી

અમદાવાદનું પ્રખ્યાત , હવેલીઓ અને ખાનગી આવાસો

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
જામા મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.34 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.49 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.36 કિલોમીટર
સરદાર પટેલ ભવન

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.62 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
સિદી સૈયદ મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.46 કિલોમીટર
ત્રણ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

ટ્રસ્ટ સંચાલિત સંસ્થા હોવાને કારણે, તેના પરિસરના તમામ ભાગો મુલાકાતીઓ માટે ખુલ્લા નથી. સંસ્થા મુલાકાતીઓને તેમના વિવેકબુદ્ધિથી મંજૂરી આપવાનો અધિકાર અનામત રાખે છે. રવિવારે સંસ્થા બંધ રહે છે. સરનામું: જ્યોતિ સંઘ, રિલીફ રોડ, પથ્થરકુવા, અમદાવાદ. ફોન: +91-79-253539

સમય :10:30 થી 17:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક