સરદાર પટેલ ભવન પરિસરનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાય છે જે એ બ્લોક, ધાણાપીઠમાં સ્થિત છે.
આ ઇમારતનું નિર્માણ 1885માં કરવામા આવ્યું હતું જેના બાંધકામમાં મોટાભાગે ચૂનાનો ઉપયોગ કરવામા આવ્યો છે. તેની દિવાલો રસપ્રદ છે જેમાં સુંદર કમાનાકાર દરવાજા અને સ્તંભ છે. આ ઇમારત સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, નરોત્તમ ઝવેરી અને દમન પટેલ જેવા ઐતિહાસિક મહાનુભાવો સંકળાયેલા રહ્યા છે. 1885માં અમદાવાદ નગરપાલિકાની રચના થઇ હતી અને ત્યારે અંગ્રેજ સરકારે રણછોડલાલ છોટાલાલને પ્રથમ અધ્યક્ષ તરીકે નિમ્યા હતા. રાઓ બહાદુર ભાઇશંકર નાનાભાઇ આ નગરપાલિકાના પ્રથમ ચૂટાયેલા અધ્યક્ષ બન્યા હતા. સરદાર પટેલ તરીકે જાણીતા વલ્લભભાઇ પટેલ ત્રીજા અધ્યક્ષ બન્યા હતા.
1935માં નગરપાલિકાની બોડીનું શતાબ્દી વર્ષ ઉજવવામા આવ્યું હતું. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામા આવી હતી જેમાં શેઠ ચિનુભાઇ ચિમનલાલને પ્રથમ મેયર તરીકે નિયુક્ત કરવામા આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ હોલને ‘ગાંધી હોલ’ નામ આપવામા આવ્યું હતું અને વહીવટી ઇમારતને ‘સરદાર પટેલ ભવન’ નામ આપવામા આવ્યું હતું.
આ બિલ્ડિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધાણાપીઠ પરિસરમાં સ્થિત છે. તેની દિવાલો અને બાંધકામ, કોરિડોર જોવા જેવા છે. અત્યારે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેરિટેજ વિભાગ, અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ વિભાગ અહીં કાર્યરત છે.
અહીં અમદાવાદના જૂના મકાનોના અલગ અલગ પાસા રજૂ કરતી ગેલેરી પણ છે જે એક પુરાતત્વ સ્થાપત્યોના રિસ્ટોરેશન માટે માર્ગદર્શન પૂરૂ પાડી શકે છે. પુરાતત્વ શાખામાં અમદાવાદના ઉદ્યોગપતિઓ અને કલાકારો દ્વારા તૈયાર કરવામા આવેલી સ્મૃતિભેટોનું પ્રદર્શન પણ રજૂ કરવામા આવ્યું છે.
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
01 કલાક
સમય :10:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક