સરખેજ રોઝામાં મસ્જિદ, મકબરા અને મહેલ છે. આ રોઝા અહેમદ ખટ્ટુ ગંજબક્શનો મકબરો છે જેમની અહીં દફનવિધિ કરવામા આવી હતી.
સરખેજ રોઝા શેખ અહેમદ ખટ્ટુ ગંજ બક્શને સમર્પિત છે, જેઓ અમદાવાદના સ્થાપક સુલતાન અહેમદ શાહના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. અહીં ઘણા લોકો સુફી સંત ગંજબક્શને વંદન કરવા માટે આવે છે. મક્કાથી પરત ફરતી વખતે, તેઓ તે સમયના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણમાં સ્થાયી થયા અને ત્યારબાદ સરખેજ આવ્યા હતા. તેમણે અહેમદ શાહને તેમની રાજધાની બદલીને અમદાવાદ ખસેડવા માટે મનાવ્યા હોવાનું કહેવાય છે. 1445માં તેમના મૃત્યુ બાદ સુલતાન અહેમદ શાહે ગંજબક્શના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમારતનું બાધકામ 1451માં પૂર્ણ કરી દેવાયું હતું અને ત્યારબાદ સુલતાન મહેમૂદ બેગડાએ વધુ ઇમારતો તેમાં ઉમેરી હતી.
સરખેજ રોઝામાં સુંદર મસ્જિદ, મકબરા અને મહેલોનો સમન્વય છે અને પાસે જ પાણીની એક મોટી ટેન્ક છે જે હવે મોટાભાગે સૂકાયેલી રહે છે. 15મી સદીના મધ્યમાં સુલતાન મહેમૂદ બેગડાએ આ ટેન્કનું નિર્માણ કરાવડાવ્યું હતું. અંદર ફળિયામાં થઇને ત્રણ મુખ્ય ઇમારતો સુધી પહોંચી શકાય છે. ફળિયાની વચ્ચે મંડપ છે જેની પાછળ શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્શનો મકબરો છે જેનું નિર્માણ સુલતાન અહેમદ શાહે કરાવડાવ્યું હતું.
આ મકબરો બમણી ઉંચાઇનો છે અને તેમાં મોરા પર કોતરણી કરેલા પથ્થરોની બારીક જાળી છે. આ ગુજરાતના મોટા મકબરાઓ પૈકી એક છે જેનો આકાર 32 ચોરસ મીટરમાં પથરાયેલો છે અને તેમાં 13 ઝરૂખા છે. તેના કેન્દ્રીય ખંડમાં ગંજબક્શની કબર છે. આ કબરને ખૂબ બારીકાઇ સાથે કોતરણી કરીને આરસમાંથી બનાવવામા આવેલી છે. મકબરાની પાસે જુમ્મા મસ્જિદ છે જેને શુક્રવારની મસ્જિદ પણ કહેવાય છે.
મહેમુદ શાહ, તેમના રાણી અને દીકરાઓના મકબરા તળાવ પાસે છે. ત્યાં પણ સુંદર જાળી છે અને અંદર લગાવવામા આવેલી પેનલમાં પરિસર અંગેની માહિતી છે. રાણીના મકબરા પરથી પાણીની ટેન્કનો સુંદર નજારો માણી શકાય છે.
તળાવના કિનારે ઉનાળા માટે ખાસ મહેલનું નિર્માણ સુલતાન મોહમ્મદ બેગડાએ કરાવડાવ્યું હતું. રાણીના મંડપમાં સુંદર સ્તંભ અને કમાનો છે. રાજાના મહેલમાં સુંદર ઝરૂખા અને સ્તંભોથી સજ્જ હોલ છે. રાજાના મહેલની પાછળ 16મી સદીના સિદી મહાનુભાવોની કબરો છે જ્યારે ટેન્કની ઉત્તરના ભાગે પાણીના નિયંત્રણ માટે કોતરણી કરેલો ગેટ છે.
તળાવના કિનારે ઉનાળા માટે ખાસ મહેલનું નિર્માણ સુલતાન મોહમ્મદ બેગડાએ કરાવડાવ્યું હતું. રાણીના મંડપમાં સુંદર સ્તંભ અને કમાનો છે. રાજાના મહેલમાં સુંદર ઝરૂખા અને સ્તંભોથી સજ્જ હોલ છે. રાજાના મહેલની પાછળ 16મી સદીના સિદી મહાનુભાવોની કબરો છે જ્યારે ટેન્કની ઉત્તરના ભાગે પાણીના નિયંત્રણ માટે કોતરણી કરેલો ગેટ છે.
પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સાયન્સ અને ટેક્નોલોજી, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
સરખેજ રોઝાની મુલાકાત સવારે 9 વાગ્યાથી સાંજ સુધીમાં લઇ શકાય છે.
સમય :09:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક