સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ

અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 4.19 કિલોમીટર

સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ ભારતના લોખંડી પુરુષ અને જેમણે દેશના સ્વાધીનતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવીને દેશને એકતા અને અખંડિતતાના સૂત્રમાં જોડ્યો તેવા ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત મ્યૂઝિયમ અને પ્રદર્શન કેન્દ્ર છે. તેમને સરદારનું બિરૂદ 1928ના બારડોલી સત્યાગ્રહમાં નેતૃત્વ બાદ મળ્યું હતું. આ સત્યાગ્રહ સવિનય ભંગ અને ભારતના સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસમાં ખૂબ અગત્યની ઘટના હતી.

આ મ્યૂઝિયમ મોતી શાહ મહેલમાં છે જેને શાહીબાગ પેલેસ પણ કહેવામાં આવે છે. આ મહેલનું નિર્માણ શાહજહાંએ ગુજરાતના ગવર્નરની તેની ભૂમિકા દરમિયાન કરાવ્યું હતું. આ મહેલના સ્થાપત્ય અને તેના બગીચાની સુંદરતા નિહાળવા માટે તેની મુલાકાત લેવા જેવી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારનું નામ શાહજહાં પરથી પડ્યું છે, જેને પ્રિન્સ ખુર્રમ તરીકે પણ ઓળખવામા આવે છે. શાહજહાં 1616થી 1622 સુધી ગુજરાતનો ગવર્નર હતો.  તેણે શાહીબાગ અને મોતીશાહ મહેલની શરૂઆત કરાવી હતી જેમાં સાબરમતી નદીના કિનારે મહિલાઓ માટે જનાનાનું પણ નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે દુષ્કાળની પરિસ્થિતિ સમયે લોકોને રોજગાર આપવા માટે આ ઇમારતનું નિર્માણ કરાવવામા આવ્યું હતું. મહેલનું નિર્માણકાર્ય 1621માં પૂર્ણ થયું હતું.

મુઘલ સામ્રાજ્યના અંત બાદ આ મહેલ ખાલી પડ્યો હતો. 18મી સદીમાં અમદાવાદની મુલાકાત આવતા પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે મહેલના બગીચામાં દેવદાર, નોબલ સાયપ્રેસ, તાડ, આંબલી, આંબા, કેસિઆસ અને અન્ય ફળોના ઝાડ હતા. જોકે ત્યાં સુધી આ મહેલનું ઘણું બાંધકામ ભાંગી પડ્યું હતું. જ્યારે એલેક્ઝાન્ડર કિનલોચ ફોર્બ્સે 1780ના ગાળામાં અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તે શહેરની બે ઇમારતોથી પ્રભાવિત થયો હતો- શાહીબાગ મહેલ અને જામા મસ્જિદ. અહીં તે એક સલૂનથી પ્રભાવિત થયો હતો જેમાં સફેદ સાગોળ શણગાર, બારીક રીતે ચિતરાયેલા સિલિંગ, મુલાયમ પારદર્શક પથ્થરથી બનેલા રૂમ અને ઉભરેલા સિલિંગ તેમજ આસપાસમાં નાની નહેરો અને સુંદર ફુંવારા હતા.

1780માં આ મહેલના બનેલા એક ચિત્રમાં સાબરમતીના પશ્વિમ કાંઠેથી જોતાં ઝાડની વચ્ચે એક ઇમારત દેખાય છે.

સમયાંતરે અંગ્રેજોએ આ મહેલમાં વધુ સુધારા કર્યા હતા જેથી સનદી સેવાના અધિકારીઓને તેમાં સમાવિષ્ટ કરી શકાય. 1863માં સત્યેન્દ્રનાથ ટાગોર સિવિલ સર્વિસમાં પસંદ થનારા પ્રથમ ભારતીય હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ અમદાવાદમાં હતી અને ત્યારે તેઓ શાહીબાગ મહેલમાં રોકાયા હતા. એક તકતીમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર , અહીં રહેતા સમયે તેમણે તેમના પ્રથમ ગીતોની રચના કરી હતી. તેમણે લખેલી બંગાળી લઘુકથા શુધિતા પશ્ન અથવા તો ખુદિતો પાશ્ન (ભૂખ્યાં પથ્થર) ની રચના મહેલમાં રોકાણ દરમિયાન થઇ હતી.

જ્યારે 1960માં બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઇ ત્યારે આ મહેલને પ્રથમ રાજભવન (ગવર્નર હાઉસ) તરીકે ઉપયોગમાં લેવાયો હતો. 1978માં ગવર્નરનું રહેણાક શાહીબાગ પેલેસથી ગાંધીનગર લઇ જવામા આવ્યું જે ગુજરાતની નવનિર્મિત રાજધાની હતી.

1975માં સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે ગુજરાત સરકારે આ નેતાના સન્માનમાં એક સ્મારક બનાવવાનું નક્કી કર્યું. આ રીતે સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિઅલની સ્થાપના 7 માર્ચ 1980ના દિવસે શાહીબાગ પેલેસમાં કરવામા આવી હતી.

આ મહેલનું પ્રવેશદ્વાર ખૂબ સુંદર છે જેમાં પ્રવેશતા જ મુઘલ શૈલીના બગીચા અને ફુંવારા જોવા મળે છે. દ્વારમંડપથી મહેલમાં પ્રવેશ્યા બાદ સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિઅલ સુધી પહોંચાય છે. મહેલના કેન્દ્રીય હોલમાં સરદાર પટેલ, તેમના પરિવાર અને આઝાદીના સંઘર્ષમાં સામેલ તેમના સહયોગીઓના ચિત્રો ક્રમબદ્ધ રીતે ગોઠવવામા આવ્યા છે.

આ મેમોરિઅલમાં તેમની અંગત ચીજવસ્તૂઓ પણ રજૂ કરવામા આવી છે. તેમના કપડામાં આવેલો બદલાવ પણ ખૂબ રસપ્રદ છે જ્યાં બેરિસ્ટર બન્યા બાદ તેઓ યુરોપીયન શૈલીના કપડાં પહેરતા અને ત્યારબાદ રાષ્ટ્રીય ચળવળમાં સામેલ થયા બાદ ખાદી ધોતી અને કુર્તામાં જોવા મળતા હતા. ઐતિહાસિક રાજકીય કાર્ટુનનું પ્રદર્શન આ મ્યૂઝિયમમાં અનેરુ આકર્ષણ છે. મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલનો સંબંધ એ મ્યૂઝિયમમાં એક થીમ હોય તે રીતે દ્રષ્યમાન થાય છે અને ગાંધીજીના જીવનને દર્શાવતો એક ખાસ રૂમ પણ મ્યૂઝિયમમાં બનાવવામા આવ્યો છે. સરદાર પટેલ પ્રોજેક્ટનું  તેનું નામ સરદાર પટેલના નામથી આપવામા આવ્યું છે, જેના વિશે ગ્રાઉન્ડ ફ્લોર પર વિગતો દર્શાવવામા આવી છે. રવિન્દ્રનાથ ટાગોર જે રૂમમાં રહ્યા તેની મુલાકાત પણ તમે લઇ શકો છો.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 3.67 કિલોમીટર
બાઈ હરિરની વાવ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.72 કિલોમીટર
માતા ભવાની વાવ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.48 કિલોમીટર
રાણી સતી મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.73 કિલોમીટર
સાબરમતી આશ્રમ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.09 કિલોમીટર
દરિયા ખાનનો મકબરો

QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો

આ સાઇટથી અંદાજિત અંતર: 1.07 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

01 કલાક 30 મિનિટ

જાણવા જેવું

મંગળવારથી રવિવાર સુધી સવારે 9.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, સોમવારે બંધ. મહેલમાં કામચલાઉ પ્રદર્શન માટે ગેલેરીની વ્યવસ્થા પણ છે. સંપર્ક: સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિઅલ સોસાયટી, ગાંધી-સરદાર સ્મૃતિ ચોક, સર્કિટ હાઉસ સામે, શાહીબાગ, અમદાવાદ ફોન: 079-22867027

સમય :09:30 થી 17:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક