સાબરમતી આશ્રમ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 3.68 કિલોમીટર

સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ તરીકે પણ વિખ્યાત છે. અહીં 1917થી 1930ના સમયગાળા દરમિયાન મહાત્મા ગાંધીજી રહ્યા હતા અને કામગીરી કરી હતી. આશ્રમમાં સુંદર વૃક્ષો અને નાના મકાનો છે જેમણે મહાત્મા ગાંધીના જીવન અને ઉદ્દેશ્યમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અહીં પ્રાર્થનાસ્થળેથી સાબરમતી નદીનો નજારો માણી શકાય છે. આર્કિટેક્ચરના અભ્યાસુઓને આ સ્થળ ગમશે કારણ કે અહીં ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરેલું મેમોરિયલ મ્યૂઝિયમ છે. મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા જેટલા પણ મેમોરિયલ ભારતમાં છે તેમાં સાબરમતી આશ્રમ અનોખું છે.

જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે તેમણે સૌથી પહેલા 1915માં કોચરબ આશ્રમ સ્થાપિત કર્યો અને 1917માં તેઓ સાબરમતી પાસે આ વિશાળ પરિસરમાં આવ્યા હતા. 1917થી 1930 વચ્ચે મહાત્મા ગાંધીજી અહીં કસ્તૂરબા અને અન્ય અનુયાયીઓ સાથે રહ્યા હતા અને આશ્રમમાં કામગીરી કરી હતી. આઝાદીના સંઘર્ષ માટેના નેતૃત્વનું આ હેડક્વાર્ટર બની ગયું હતું. અહીંથી 1930માં તેઓ દાંડીકૂચ માટે નિકળ્યા હતા. ત્યારબાદ તેઓ ક્યારેય સાબરતમી આશ્રમ પરત ફર્યા નથી.

સાબરમતી આશ્રમ એક લીલું પરિસર છે જ્યાં લીમડાના વૃક્ષો પર પક્ષીઓ અને ખિસકોલીના અવાજ ગૂંજે છે. અહીં ગાંધી સ્મારક સંગ્રહાલયની મુલાકાત લઇ શકાય છે જે મહાત્મા ગાંધીના જીવન, મૂલ્યો અને ઉપલબ્ધિ અંગે માહિતગાર કરે છે. તેની ડિઝાઇન ચાર્લ્સ કોરિયાએ કરી છે જેણે મહાત્મા ગાંધીના સાદગી અને ગ્રામ્ય દેશ અંગેના ધ્યેયને ધ્યાનમાં લીધા છે. ગાંધીજીએ ગ્રામ્ય દેશ કહ્યું છે તેમાં સમૃદ્ધ ગ્રામજનો અને ખેતીવાડી, પશુપાલન અને કુટિર ઉદ્યોગમાં ઓતપ્રોત સમાજનું વર્ણન છે. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને કોરિયાએ આધુનિક રીતે ડિઝાઇન કરીને રજૂ કર્યા છે જેના બાંધકામમાં સાદગી દેખાય છે. તેમાં કોંક્રીટ, ઇંટની દિવાલો, લાકડાની પેનલ, પથ્થરની ઓસરી અને પેનલવાળી બારીઓ છે.

આ સ્મારકમાં ત્રણ મોટી ગેલેરી છે. એક ગેલેરીનું ટાઇટલ “મારું જીવન મારો સંદેશ” છે જે મહાત્મા ગાંધીન જીવન અને આશ્રમમાં 1918થી 1930 વચ્ચે બનેલી ઘટનાઓ વિશે માહિતી આપે છે. બીજી ગેલેરીમા મહાત્મા ગાંધીના મોટા ચિત્રો છે અને ત્રીજી ગેલેરીમાં ગાંધીજી દ્વારા લખાયેલા 31 હજારથી વધુ પત્રો અને 8000 જેટલી હસ્તપત્રો જેમાં તેમના લખાયેલા લખાણો, તસવીરો અને દસ્તાવેજનો સમાવેશ થાય છે,  તે સામેલ છે. ગાંધીજી વિશેના 35 હજાર જેટલા પુસ્તકો પણ અહીં છે. કોઇ એક વ્યક્તિ પર વિશ્વનો સૌથી મોટા દસ્તાવેજી સંગ્રહો પૈકી આ એક છે.

અહીંથી તમે હ્રદય કુંજ જઇ શકો છો જે આશ્રમમાં વસવાટ સમયે ગાંધીજીનું રહેણાંક હતું. આ ઘરમાં ગાંધીજી અને તેમના પત્ની કસ્તૂરબાએ ઉપયોગમાં લીધેલા અમુક સામાનનું પ્રદર્શન કરવામા આવ્યું છે. એક રૂમમાં તેમનો ચરખો અને ટેબલ છે જ્યારે બીજા રૂમમાં ત્રણ વાંદરાના નાના ચાઇનીઝ રમકડાં, લાકડાનો ચમચો, નાળિયેર કાપવાનું સાધન, થાળી, ચપ્પલ, પથ્થરનો બાઉલ, જેલમાં વાપરતા એ ટમલર, પાણીની કોઠી, હરિજનો માટે ગાંધીજીએ બનાવેલું ખમીસ, વિનોબાજીએ કાંતેલું ઉંન, ટુવાલ, બેગ, પર્સ છે.

ગાંધીજીના રહેણાક પાસે વિનોબા ભાવેનું મકાન છ જેમને ગાંધીજી એક સાચા સત્યાગ્રહી ગણતા. તે સિવાય મેડેલિન સાલ્ડેનું પણ મકાન છે જેઓ બ્રિટિશ એડમિરલના પુત્રી હતા અને મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઇને તેમણે ઇંગ્લેન્ડ છોડીને ગાંધીજી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાનું જીવન માનવતાની સેવા, ભારતની આઝાદી અને ગાંધીજીના સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કરી દીધું હતું. ગાંધીજીએ તેમને મીરા નામ આપ્યું હતું અને તેઓ તેમના દીકરી જેવા બની ગયા હતાં.

હ્રદયકુંજ પાસે પ્રાર્થનાસ્થળ છે. કોઇ પણ કામ શરૂ કરતા પહેલા મહાત્મા ગાંધી અને આશ્રમમાં રહેતા લોકો અહીં પ્રાર્થના કરતા હતા. ભજનની સાથે ગીતા, કુરાન અને બાઇબલ જેવા ધાર્મિક ગ્રંથોમાંથી પણ વાંચન પઠન થતું હતું.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

તમે ગાંધીજીના જીવન, ચળવળનો ઈતિહાસ અને તેમની સાથે કામ કરનારાઓની સમજ મેળવી શકો છો, ગાંધી સ્મારક સંગ્રહાલય, એક નાનકડા સંગ્રહાલયમાં, જેમાં ઉત્તમ લેખિત દસ્તાવેજો અને ચિત્રો, ગાંધીવાદી સાહિત્ય અને ચિત્રોનું પુસ્તકાલય, અને એક વિશાળ આર્કાઇવ છે. ગાંધીજીએ લખેલા પત્રો, વપરાયેલા કાગળની પાછળના દરેક પત્રો. આશ્રમમાં હૃદયકુંજ, ગાંધીજીના છૂટાછવાયા રહેઠાણ, વિનોબા-મીરા કુટીરનો સમાવેશ થાય છે, જ્યાં વિનોબા અને મીરા દરેક અલગ-અલગ મુલાકાતે રોકાયા હતા, પ્રાર્થના ભૂમિ, એક અતિથિગૃહ અને એક મકાન કે જેનો ઉપયોગ કુટીર ઉદ્યોગો માટે તાલીમ કેન્દ્ર તરીકે થાય છે, આ તમામ છે. સંગ્રહાલયના ભાગ રૂપે સાચવેલ. આશ્રમ સવારથી સાંજ સુધી ખુલ્લો રહે છે, જો કે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે, કારણ કે સૂર્ય નદી પર ઉગે છે, અને લોકો ધ્યાનની ભાવના અનુભવે છે. વ્યક્તિએ આશ્રમની મુલાકાત લેવી જોઈએ:  મહાત્મા ગાંધી સાથે ઐતિહાસિક જોડાણ.  મેમોરિયલ મ્યુઝિયમ.  ભારતની સ્વતંત્રતા ચળવળ વિશે માહિતી.  ચાર્લ્સ કોરિયા દ્વારા આર્કિટેક્ચર.

નજીકના સ્થળો

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ

આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.4 કિલોમીટર
નટરાની

આર્ટ અને ક્રાફ્ટ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.62 કિલોમીટર
રાણી સતી મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.33 કિલોમીટર
સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ

અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.09 કિલોમીટર
દરિયા ખાનનો મકબરો

QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો

આ સાઇટથી અંદાજિત અંતર: 1.14 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

03 કલાક

જાણવા જેવું

સાબરમતી આશ્રમમાં પુસ્તકો, પોસ્ટકાર્ડ, સુવેનિયર વગેરે માટે એક દુકાન પણ છે.

સમય :08:30 થી 23:30

એન્ટ્રી ફી : નિઃશુલ્ક