સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે નટરાની એમ્પીથિયેટર એક અદભૂત સ્થળ છે. 1994થી આ પ્લેટફોર્મ પર નૃત્ય, સંગતી, થિયેટર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફિલ્મ સ્ક્રિનિંગ દર વર્ષે યોજાતા રહ્યા છે.
સ્વ. મૃણાલિની સારાભાઇ અને તેમના પતિ ડો. વિક્રમ સારાભાઇએ 1949માં દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની શરૂઆત કરી હતી. શાસ્ત્રીય નૃત્યાંગના, કોરિયોગ્રાફર મૃણાલિની સારાભાઇના નેતૃત્વમાં દર્પણ એક શાસ્ત્રીય નૃત્યની સ્કૂલ તરીકે શરૂ થઇ હતી. સમય જતા અહીં થિયેટર, કઠપૂતળીની કળા, સંગીત અને અન્ય કળાઓ રજૂ થવા લાગી હતી. દર્પણમાં ભરતનાટ્યમ અને અન્ય નૃત્યકળાઓમાં હજારો કલાકારોને તાલીમ આપવામા આવી છે જેઓ 95થી વધુ દેશોમાં કળા પ્રદર્શન કરી ચૂક્યા છે.
1977માં મૃણાલિનીના દીકરી મલ્લિકા સારાભાઇ જેઓ જાણીતા કોરિયોગ્રાફર છે, તેમણે ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે નટરાનીની સ્થાપના કરી જે એક વિશેષ રીતે ડિઝાઇન કરાયેલું એમ્પીથિયેટર છે જેમાં એક લાકડાનું સ્ટેજ છે અને પાછળ સાબરમતી છે. ત્યારબાદ તેમણે આ વિષય પર તાલીમ અને જાગૃતિનું કામ શરૂ કર્યું. 1989માં તેમણે તેમના પ્રથમ પ્રભાવશાળી નાટક શક્તિ: ધ પાવર ઓફ વિમેનની રચના કરી હતી. નટરાનીમાં ચાર્લી ચેપલીનની ઐતિહાસિક ફિલ્મોથી લઇને પારસી ગુજરાતી કટાક્ષની રજૂઆતો, ભારતના શાસ્ત્રીય નૃત્યો અને આંતરરાષ્ટ્રીય નૃત્યના કાર્યક્રમો નટરાનીમાં યોજાય છે જેઓ વિવિધ શ્રેણીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પરિસરનું સ્થાપત્ય સુંદર છે અને તેમાં રસિકોને પસંદ પડે તેવા અલગ અલગ નિર્માણો છે. તેમાં 1963માં બાલકૃષ્ણ દોશી દ્વારા ડિઝાઇન કરાયેલી લાયબ્રેરી, 1968માં અચ્યુત કાવિંદે દ્વારા ડિઝાઇન કરાયેલી દર્પણ ડાન્સ સ્કૂલની ઇમારત, એચસીપી અમદાવાદની મૃણાલિની સારાભાઇ ગેલેરી અને અભિક્રમની એકોસ્ટિક દિવાલનો સમાવેશ થાય છે. આર્કિટેક્ટ કિર્તી શાહે જે ઓરિજિનલ એમ્પીથિયેટર બનાવ્યું હતું તેમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલી વિકાસ કામગીરીને ધ્યાનમાં લઇને ફરી બદલાવ કરવો પડ્યો હતો. આ નવા બાંધકામમાં રસપ્રદ ડિઝાઇન છે અને તેનું સ્થાપત્ય ઘણી વિશેષ બાબતો સમાવિષ્ટ કરે છે.
નાટક જોવા માટે થિયેટરની મુલાકાત લો, અથવા ફક્ત તેમના કાફેમાં બેસીને કોફીનો ઓર્ડર આપો અને તેમના રેકમાંથી એક પુસ્તક ઉપાડો, નટરાણી સાંજની કલાથી ભરપૂર વચન આપે છે!
અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો
40 મિનિટ
સરનામું: દર્પણ એકેડમી, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, અમદાવાદ ફોન: +91-79-27551389
સમય :10:00 થી 22:00
એન્ટ્રી ફી : પ્રસંગ પર આધાર રાખે છે