શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલયનું નિર્માણ 1930માં કરવામા આવ્યું હતું. તેને ટૂંકમાં એમ જે લાયબ્રેરી તરીકે ઓળખવામા આવે છે અને તે અમદાવાદની સૌથી મોટી લાયબ્રેરી પૈકી એક છે જેમાં સાત લાખ પુસ્તકો અને મોબાઇલ લાયબ્રેરીની સુવિધા છે.
એમ જે લાયબ્રેરીનો પાયો 1933માં મહાત્મા ગાંધીએ નાખ્યો હતો. પ્રતિષ્ઠિત નાગરિક રસિકલાલ માણેકલાલે આપેલા દાનના ભંડોળમાંથી આ લાયબ્રેરીનું બાંધકામ કરવામા આવ્યું હતું. મહાત્મા ગાંધીએ આ લાયબ્રેરીમાં 7 હજાર પુસ્તકો ભેંટમાં આપ્યા હતા જે હજુ સાચવીને રાખવામા આવ્યા છે. સ્વામી અખંડઆનંદે પણ પુસ્તકોના સંગ્રહમાં યોગદાન આપ્યું હતું.
લાયબ્રેરીની બાજુમાં સ્થિત ટાઉનહોલની જેમજ આ લાયબ્રેરીનું નિર્માણ ઇન્ડો-સાર્સેનિક અથવા તો ઇન્ડો-ગોથિક સ્થાપત્ય શૈલીમાં કરવામા આવ્યું છે જેમાં ઉપસેલી ઇંટો, રંગાયેલું કોંક્રીટ અને સુંદર ગ્રીલ છે. ક્લાઉડ બેટલીના સ્થાપત્યના સિદ્ધાંત પ્રમાણે યોગ્ય ક્રમમાં રચના કરવામા આવી છે. આ ઇમારતનું સૌથી મુખ્ય આકર્ષણ તેનો ગુબજ છે જે ઇમારતને એક અદભુત સ્થાપત્ય તરીકે સ્થાપિત કરી દે છે. મુખ્ય હોલમાં ટાઇલ્સની સજાવટ સુંદર છે અને અન્ય સુશોભન દ્વારા લાયબ્રેરીના અલગ અલગ વિભાગમાં જઇ શકાય છે. બિલ્ડીંગના પાછળના ભાગે પુસ્તકોનો સંગ્રહ છે જ્યાં એક નાના હોલમાં તસવીરો અને અમદાવાદના જુના નકશાઓનો સંગ્રહ પણ મૂકવામા આવ્યો છે.
લાયબ્રેરીની રચના રાજપૂતાના સંસ્થાનવાદી સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવી હતી. સફેદ રાજસ્થાની આરસ મુલાકાતીઓને શાંતિ અને જ્ઞાન બંનેની અનુભૂતિ કરાવે છે.
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, હવેલીઓ અને ખાનગી આવાસો
01 કલાક
વાંચવા માટે પ્રવેશ નિશુલ્ક છે. પુસ્તકો લઇ જવા માટે સભ્ય ફી ચૂકવવાની રહે છે. લાયબ્રેરીના નિયમોને આધીન પ્રક્રિયા થાય છે. લખતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામા આવી છે અને લાયબ્રેરીના અમુક વિભાગો હજુ ખોલવામા આવ્યા નથી. વધારાની સગવડ: જે સભ્યો લાયબ્રેરી ન આવી શકે તેમના માટે એક મોબાઇલ લાયબ્રેરીની સુવિધા છે જે શહેરના અમુક વિસ્તારોમાં જઇને પુસત્કો વાંચવાની સુવિધા આપે છે. માહિતી માટે સંપર્ક: શેઠ માલેકલાલ જેઠાભાઇ લાયબ્રેરી કવિનાલાલ માર્ગ, ટાઉન હોલ પાસે, એલિસબ્રિજ, અમદાવાદ. ફોન: +91-79-26586908
સમય :07:30 થી 22:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક