બાબા લુલુઈની મસ્જિદ, જે બાબા લવલવીની મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે અમદાવાદમાં 15મી અને 16મી સદીમાં બાંધવામાં આવેલી મધ્યયુગીન મસ્જિદો અને સમાધિઓમાંની એક છે. નવ કમાનોવાળા ખુલ્લા રવેશ અને વિશાળ કેન્દ્રીય ગુંબજ ધરાવતી આ મસ્જિદની લંબાઈ 21.03 મીટર અને પહોળાઈ 11.28 મીટર છે.
આ મસ્જિદ બાબા લુલુઈ અથવા બાબા મુહમ્મદ જાફર દ્વારા બાંધવામાં આવી હતી, જેઓ 1560ની આસપાસના સમયગાળા દરમિયાન મોતીઓના વેપારી હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં આ મસ્જિદને નુકસાન થયું હતું અને ત્યારબાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
મસ્જિદ અને સમાધિના સંગમ સમાન આ ઐતિહાસિક સ્થાપત્ય સરદાર બ્રિજના પૂર્વ કિનારા નજીકના બેહરમપુરા વિસ્તારમાં આવેલું છે. મસ્જિદમાં બે માળના ઊંચા સ્તંભો પર ઉભેલો એક મોટો કેન્દ્રીય ગુંબજ આવેલો છે. મસ્જિદની કમાનો અને છત 44 સ્તંભો પર ઉભેલાં છે. મસ્જિદના અગ્રભાગમાં મિનારાઓ લગાવવામાં આવેલાં છે, જેમને ફૂલોની સુંદર આકૃતિઓથી સજાવવામાં આવ્યા છે. આરસની કોતરણીકામ કરેલી કમાનો અને સ્ટોન સ્ક્રીન્સ ખરેખર જોવાલાયક છે.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
15 મિનિટ
સમય :10:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક