નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) એ ભારતની એક પ્રિમિયર ડિઝાઇન સંસ્થા છે. જર્મનીના બાઉહાઉસ અને ઉલ્મ બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની એક પ્રતિષ્ઠિત સંસ્થાન તરીકે ગણના થાય છે. સંસદ દ્વારા પારિત નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ ડિઝાઇન એક્ટ 2014 અંતર્ગત NIDને રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન જાહેર કરવામા આવ્યું છે.
ભારતમાં 1950ના ગાળામાં ઔદ્યોગિક વિકાસના ગાળામાં ઔદ્યોગિક ડિઝાઇન માટે એક સંસ્થાની જરૂરિયાત જણાઇ હતી. ભારત સરકારે ગૌતમ ગીરા સારાભાઇ અને ફોર્ડ ફાઉન્ડેશનના સહયોગથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની ઇમારતની કલ્પના કરી હતી. અમેરિકાના આર્કિટેક્ટ ચાર્લ્સ અને રે અર્ન્સે તેમના ઇન્ડિયા રિપોર્ટ 1958માં જે ભલામણો ભારત સરકારને કરી હતી , તેમને NIDના નિર્માણના ઉદ્દેશ્યમાં સામેલ કરવામા આવી હતી. અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી નદી પાસે સરદાર બ્રિજ નજીક 1961માં આ સંસ્થાનું પરિસર નિર્માણ કરવામા આવ્યું હતું. ડિઝાઇનની અલગ અલગ વિષય વિવિધતા અહીં શીખવાડવામા આવે છે. ગાંધીનગર અને બેંગલુરૂના નવા બે કેમ્પસ પણ છેલ્લા દાયકામાં વિકસિત કરવામા આવ્યા છે.
પાલડીનું NID પરિસર સ્થાપત્યની દ્રષ્ટિએ રસપ્રદ છે. તે એક ખુલ્લી બિલ્ડીંગ છે જેમાં મોડર્ન સ્થાપત્ય અનુસાર ઉપસેલી ઇંટો સાથે કોંક્રીટની દિવાલો ઉભી કરવામા આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર મોટાભાગે ખુલ્લો છે અને કોલમ પર ઉપરના બે સ્તર સુધી ક્લાસરૂમનું બાંધકામ ચણવામા આવ્યું છે. ખુલ્લું પરિસર હોવાથી મોટાભાગે ઉજાસ રહે છે જે વાતવરણને સુંદર અને નયનરમ્ય બનાવે છે. સુંદર વૃક્ષોના લીધે હરિયાળી સુંદર લાગે છે. એક જૂનો મકબરો અહીં એમ્ફીથિયેટરની પાછળ બેકગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લેવામા આવે છે.
કેમ્પસની અંદર NIDUS સ્ટોર છે જેમાં એસેસરીઝ, કપડા, સ્ટેનલેસ સ્ટીલ, ડિઝાઇન પ્રકાશનો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામા આવેલા ઉત્પાદો વેચવામા આવે છે. અલગ અલગ સમયે કાર્યક્રમો અને પ્રદર્શનો યોજવા માટે અહીં પ્રદર્શન માટેની ગેલેરી પણ છે.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
30 મિનિટ
સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જાહેર રજાના દિવસે બંધ મેન ગેટ પર મુલાકાતી વિઝીટર પાસ મેળવી શકે છે. અપોઇન્ટમેન્ટ લઇને ચોક્કસ ગ્રુપ માટે આ કેમ્પસની ગાઇડેડ ટૂર આયોજિત કરી શકાય છે. સરનામું: NID, ટાગોર હોલ સામે, રાજનગર સોસાયટી, પાલડી, અમદાવાદ, ગુજરાત 380007 સંપર્ક: +91-79-26629500
સમય :09:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક