જમાલ શબ્દ અરેબિક ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે સુંદરતા એ જાણવું ખૂબ રસપ્રદ છે કે જમાલપુર દરવાજાને મલિક જમાલુદીન દ્વારા સુલતાન મોહમ્મદ બેગડાના શાસનમાં વિકસિત કરવામાં આવ્યા હતા, પરંતુ, સમય જતાં આખરે તે એક શાંતિનું સ્થળ બન્યું હતું. તે શાંતિપૂર્ણ ગાઢ જંગલનું એક સ્થળ હતું અને તેની સુંદરતાએ શેખ જમાલુદીનને આકર્ષિત કર્યા હતા, જેના કારણે તેમણે આ સ્થળને એક પરાં (સબર્બ) તરીકે વિકસિત કર્યું અને તેને પોતાનું નામ આપ્યું હતું.
તે ઇતિહાસનું દેખીતું ઉદાહરણ છે અને ત્યારના શાસકોની માનસિકતાને સ્પષ્ટ કરે છે કે તે સમયના લોકો ‘વસુધૈવ કુટુંબકમ” (આખું વિશ્વ મારો પરિવાર છે)માં માનતા હતા. તેનું કારણ જાણવા માટે આપણે 460 કે કદાચ 480 વર્ષ પાછળ જવું પડે, જ્યાં જાણવા મળે છે કે આ સ્થળે ઘણા સંતોએ વાસ કર્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાબરમતી નદીની બાજુમાં આ એક ગાઢ જંગલ હતું અને શહેરની હદ ઉત્તર દિશામાં જમાલપુર દરવાજા પાસે સમાપ્ત થતી હતી.
સંતો સામાન્ય રીતે શહેરોના અવાજથી દૂર નદીઓની બાજુમાં એકાંતના સ્થાનો શોધે છે. આ જ પ્રકારે એક સાધુ નામે શ્રી હનુમાનદાસજી વિવિધ સ્થળોએ ફરતા-ફરતા એક દિવસ અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા અને તેમને આ જંગલનો વિસ્તાર પોતાના રોકાણ માટે યોગ્ય લાગ્યો. તેઓ રામભક્ત હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેથી તેમણે પોતાના ઈશ્વર એટલે હનુમાનજીની મૂર્તિની ત્યાં સ્થાપના કરી, જેની પૂજા આજે પણ કરવામાં આવે છે. તેમના રોકાણ દરમિયાન કેટલીક ચમત્કારિક ઘટનાઓ ઘટી, જેણે આસપાસના વિસ્તારોના લોકોને આકર્ષિત કર્યા, પરિણામ સ્વરૂપે આ સ્થળ એક નાનકડાં મંદિરના રૂપમાં વિકસિત થયું.
સુલતાન અહેમદશાહના દરબારના રત્ન સમાન હેબતખાન અને તેમના કાકાએ જમાલપુર દરવાજા પાસે એક મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આમાં રસપ્રદ વાત એ છે કે, આરક કિલ્લાની સામે આવેલી અહેમદશાહની શાહી મસ્જિદને બદલે આ મસ્જિદને અમદાવાદ શહેરની સર્વપ્રથમ મસ્જિદ માનવામાં આવે છે.
અહીંયા ઊજવવામાં આવતી રથયાત્રાનું સ્થાનિક લોકો માટે એક વિશેષ મહત્વ છે તેમજ સ્થાનિક અને રાજ્ય સત્તાઓ તથા હિંદુ-મુસ્લિમ સમુદાયો માટે પણ તેનું એટલું જ મહત્વ છે. સંત શ્રી સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. તેમને પુરી (ઓરિસ્સા) ખાતેના જગન્નાથ મંદિરની મુલાકાત લેવાની ધૂન ઉપડી હતી અને તેમના કેટલાક સ્થાનિક સહયોગીઓ તેમની સાથે યાત્રામાં જોડાયા હતા. એક રાત્રે જ્યારે તેઓ પુરીના મંદિરની ધર્મશાળામાં સૂતા હતા, ત્યારે તેમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે તેમને નિર્દેશ આપ્યો કે તેઓ અમદાવાદ પાછા જાય અને ત્યાં ભગવાન જગન્નાથજી, તેમના મોટાભાઈ બળદેવજી અને બહેન દેવી સુભદ્રાજીની પવિત્ર ત્રણ મૂર્તિઓની સ્થાપના કરે. અને આમ, આ વિસ્તારનું મારૂતિ મંદિર શ્રી જગન્નાથજી મંદિર બની ગયું.
જમાલપુર દરવાજા એ કિલ્લાની બીજી દીવાલમાં ઉમેરવામાં આવ્યા હતા, જેને ટેરાકોટા ઇંટો, ચૂનાના મોર્ટાર અને બાહ્ય ચૂનાના પ્લાસ્ટરથી બનાવવામાં આવ્યા હતા. આ બાંધકામમાં પણ ‘પથ્થરના ચોસલાઓના ચણતરની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે તે સમયે સ્થાપત્યોના બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. 32x27 ફૂટની છત સાથે 22 ફૂટ પહોળું અને 27 ફૂટ ઊંચું આ પ્રવેશદ્વાર પથ્થરની ત્રણ કમાનોથી બનેલું છે, જેમાં એક બંદૂક માટે બાકોરું કરવામાં આવ્યું છે.
રથયાત્રા એ એક હિંદુ તહેવાર છે. અમદાવાદમાં વર્ષ 1878થી જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા આયોજિત કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવારમાં જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે.
રથયાત્રાને ગુજરાત રાજ્યના લોકોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. પુરી અને કોલકાતા પછી અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા છે. આ બંને સ્થળોએ પણ એ જ દિવસે રથયાત્રા ઊજવવામાં આવે છે.
તે દિવસે વહેલી સવારે 4.00 વાગે મંગળા આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ સામાન્ય રીતે સવારે 7.00 વાગે રથયાત્રા કાઢવામાં આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે, જેમાં રથયાત્રાના પથની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ રથયાત્રા શરૂ થાય છે. રથયાત્રામાં, સૌથી પહેલો રથ ભગવાન જગન્નાથજીનો હોય છે, ત્યારબાદ સુભદ્રાજીનો અને સૌથી છેલ્લે બલરામજીનો રથ હોય છે. આ 14 કિલોમીટર લાંબી રથયાત્રામાં અખાડાઓ, હાથીઓ, શણગારેલી ટ્રકો અને વિવિધ મંડળીઓ પણ હિસ્સો લે છે.
જમાલપુર દરવાજાની આસપાસના જોવાલાયક સ્થળો નીચે મુજબ છેઃ
- જગન્નાથજીનું મંદિર તેની વાર્ષિક રથયાત્રા માટે પ્રસિદ્ધ છે, જે પુરી અને કોલકાતામાં યોજાતી રથયાત્રા પછીની ત્રીજી સૌથી મહત્વપૂર્ણ અને મોટી રથયાત્રા છે. શ્રદ્ધાળુઓ માટે મંદિર દરરોજ સવારે 4.૩૦ વાગ્યાથી બપોરે 1.૦૦ વાગ્યા સુધી અને સાંજે 3.૦૦ વાગ્યાથી રાતના 9.00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સૌથી જૂનો રથ હજુ પણ મુલાકાતીઓને જોવા માટે ત્યાં રાખવામાં આવ્યો છે.
- 1425માં બંધાયેલી હેબતખાનની મસ્જિદ. આ મસ્જિદ શહેરના દક્ષિણ વિસ્તારમાં જમાલપુર દરવાજાની ઉત્તર-પૂર્વમાં આવેલી છે. અહેમદશાહની મસ્જિદ (સી.1414) જેવી જ ડિઝાઈન ધરાવતી આ મસ્જિદમાં હિંદુ સ્થાપત્યો અને સુશોભનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં અગાઉના મંદિરોના પિલર્સ (સ્તંભો)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને નુકસાનીમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
- જમાલપુરનું ફૂલબજાર, આ બજાર વર્ષ 1989માં કાર્યાન્વિત થયું હતું અને ત્યારબાદ ફૂલોના હોલસેલરો અને રિટેઇલરો માટે આ બજાર મુખ્ય કેન્દ્ર બની ગયું. અમદાવાદનું જમાલપુર ફૂલબજાર વહેલી સવારના ૬.૦૦ વાગે ખૂલી જાય છે. સવારના પહોરમાં તે હોલસેલ ફૂલબજાર તરીકે કાર્યરત હોય છે અને રાતે 10.00 વાગતા સુધીમાં જ્યારે ત્યાં ભીડ ઓછી થઈ જાય છે, ત્યારે તે રિટેઇલ ફૂલબજાર બની જાય છે.
આ મસ્જિદને અમદાવાદ શહેરની સર્વપ્રથમ મસ્જિદ માનવામાં આવે છે. અહીંયા ઊજવવામાં આવતી રથયાત્રાનું સ્થાનિક લોકો માટે એક વિશેષ મહત્વ છે તેમજ સ્થાનિક અને રાજ્ય સત્તાઓ તથા હિંદુ-મુસ્લિમ સમુદાયો માટે પણ તેનું એટલું જ મહત્વ છે.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
10 મિનિટ
અમદાવાદના ઐતિહાસિક દરવાજા અમદાવાદના જૂના કોટવાળા શહેરની સીમાઓને ચિહ્નિત કરીને ગર્વથી સીધા ઊભા છે. શહેરના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ હોવાને કારણે, તેઓ દિવસના તમામ કલાકો દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લા હોય છે. જો કે, આર્કિટેક્ચરલ વિગતોની યોગ્ય રીતે પ્રશંસા કરવા અને તેમની આસપાસના સમૃદ્ધ બજારોનો આનંદ માણવા માટે દિવસના સમયે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.
સમય :કોઈપણ સમય
એન્ટ્રી ફી : નિઃશુલ્ક