દિલ્હી દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.05 કિલોમીટર

‘દિલ્લી’ અથવા ‘દિલ્હી દરવાજા’, જેને ‘ઇડદરયો દરવાજો’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને અબુલ ફતેહ નસીર-ઉદ્દ-દીન મહેમૂિદ શાહ પહેલાના શાસનકાળ દરમિયાન બાાંધવામાં આવ્યો હતો. મહેમૂિદ શાહ ઇતિહાસમાં મહેમૂિદ બેગડા તરીકે વધુ પ્રદસદ્ધ છે. બેગડા શબ્દ ગુજરાતી ભાષાના શબ્દો ‘બે’ અને ‘ગઢ’ના સાંયોજનથી બન્યો છે. મહેમૂિ બેગડાએ ઈ.સ. 1472માાં દગરનારના જૂનાગઢ અને ઈ.સ. 1484માં ચાંપાનેરના પાવાગઢ એમ બે ગઢ પર વિજય મેળવ્યો હતો, જેના માનમાં લોકોએ તેને ‘બેગડા’નો ખિતાબ આપ્યો હતો.

આ તે સમયની વાત છે જ્યારે, ઈડરના ગઢ ઉપર વિજય મેળવવા માટે મહેમૂિદ બેગડાએ ઈડર રાજ્યના બિર રાઈ પર ચડાઈ કરી હતી. પરાંતુ, યુદ્ધને ટાળવા માટે બિર રાઈ પોતાની દીકરીને મહેમૂિદ બેગડા સાથે પરણાવવા માટે સંમત થયો અને પોતાના રાજ્યની માલિકી પણ તેને સોંપી દીધી. પદરણામે, ‘દિલ્હી દરવાજા’ને ‘ઈડદરયો દરવાજો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછીના વર્ષોમાં આ દરવાજો દિલ્હી સલ્તનતનું પ્રવેશદ્વાર બન્યો અને તેને દિલ્હી દરવાજા નામ આપવામાં આવ્યું. અહીંથી દિલ્હી પહોંચવા માટે આ જ રસ્તો હતો.

દિલ્હી દરવાજાથી 200 મીટરના અંતરે શાહીબાગ જતાં ‘હઠીસિંહના દેરાં’ નામે પ્રસિદ્ધ જૈન મંદિર આવેલું છે. ઈ.સ. 1848માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું. મંદિરના નિર્માણની શરૂઆત શેઠ હઠીસિંહ કેસરીસિંહે કરી હતી, જેઓ અમદાવાદના એક ધનિક વેપારી હતા અને 49 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ મંદિરનું બાંધકામ તેમના પત્ની શેઠાણી હરકુંવરની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યું. મંદિરના બાંધકામનો કુલ ખર્ચ આશરે રૂ.8 લાખ થયો હતો, જે તે જમાના પ્રમાણો ખૂબ જ મોટી રકમ હતી. આ મંદિર જૈન ધર્મના 24માંથી 15મા તીર્થંકર ભગવાન ધર્મનાથનો સમર્પિત કરવામાં આવ્યું છે.

આજે, દિલ્હી દરવાજાની ડાબી બાજુએ હારબંધ દુકાનો આવેલી છે, જે ઋતુઓ અને વિવિધ તહેવારો અનુસાર વિવિધ વસ્તુઓનું વેચાણ કરે છે, જેમકે દિવાળી દરમિયાન ફટાકડાઓનું વેચાણ, ઉત્તરાયણ દરમિયાન પતાંગોનું વેચાણ, હોળી દરમિયાન રંગોનું વેચાણ વગેરે.

આ સ્થળે જૂની વેપારી પેઢીઓ સ્થિત હતી જેમાંથી આજે ખૂબ ઓછી પેઢીઓ હયાત છે, જે ઘી અને ગોળનું વેચાણ કરે છે. આ પેઢીઓ ગોળની પાંચ-છ પ્રકારની જાતોનું વેચાણ કરે છે. ગુજરાતી સંસ્કૃતિમાં જ્યારે છોકરા-છોકરીનું સગપણ નક્કી થાય ત્યારે, ‘ગોળ-ધાણા’ની વિધિ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાાં છોકરા અને છોકરીના પદરવારો એકબીજાને ગોળધાણા ખવડાવીને મોઢું મીઠું કરે છે.

કિલ્લાની દીવાલો ટેરાકોટા ઈાંટો, ચૂનાનો મોર્ટાર અને બાહ્ય ચૂનાના પ્લાસ્ટરથી બનાવાવમાં આવી છે. દીવાલોની બંને બાજુ બારીઓ પર હાથી અને સિંહની નકશીદાર કોતરણી ખૂબ જ સુંદર રીતે કોતરવામાં આવી છે. આ બાંધકામમાં ‘પથ્થરના ચોસલાઓના ચણતર’ની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે તે સમયે બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું.

આ દરવાજા લોખંડનો ઢોળ ચડેલા લાકડાંમાંથી બનાવેલા છે. 32x20 ફૂટની છત સાથે 15 ફૂટ પહોળું અને 22 ફૂટ ઊંચું આ પ્રવેશદ્વાર પથ્થરની ત્રણ કમાનોથી બનેલું છે. વર્ષ 1878માં પગપાળા આવતા મુસાફરો માટે બ્રિટિશરો દ્વારા 489 પાઉન્ડ (રૂ.4890)ના ખર્ચે મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુએ 8 ફૂટ પહોળાં અને 16 ફૂટ ઊંચા બે દ્વાર ઉમેરવામાં આવ્યા હતા, જેની આજની તારીખે કિંમત આશરે રૂ.33,11,250 થાય છે.

અમદાવાદીઓ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ અમદાવાદના લોકો માટે દિલ્હી દરવાજા દુર્લભ સીમાચિહ્ન છે. દિલ્હી દરવાજા તેઓની જિંદગીનો અભિન્ન હિસ્સો છે અને તેની સાથે તેમની લાગણીઓ પણ ગાઢ રીતે જોડાયેલી છે. આ જ કારણે 21 એપ્રિલ, 1831ના રોજ અમદાવાદના નાગરિકોએ, સત્તાધીશોની રાહ જોયા વગર જાતે જ પહેલ કરી અને પૂર, ભૂકાંપ અને માનવીય તોડફોડથી અસરગ્રસ્ત થયેલા કિલ્લાની દીવાલોના પુનઃનિર્માણનું કાર્ય હાથ ધાર્યું હતું.

શહેરના કિલ્લાની દીવાલના પુનઃનિર્માણ માટે અમદાવાદના નાગરિકોએ એક સમિતિની રચના કરી અને ઘી ઉપર સ્વેચ્છાએ ઓક્ટ્રોય લાગુ કરીને તે જમાનામાં અઢી લાખ રૂપિયાનું ભાંડોળ ભેગું કયું હતું, જે સ્થાનિક સ્વ-શાસનનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ, નાગરિકોના આ મૂલ્યો અને લાગણીઓને ધ્યાનમાં રાખીને, બ્રિટિશ સલ્તનતે પણ વીસમી સદીની શરૂઆતમાં સંપૂર્ણ દીવાલની મરમ્મત માટે ખર્ચ કર્યો હતો.

દિલ્હી દરવાજા નજીક મુલાકાત લેવા લાયક સ્થળો નીચે મુજબ છે:
- હઠીસિંહના દેરાં: મુલાકાતનો સમય સવારે 9.00 વાગ્યાથી સાાંજે 6.00 વાગ્યા સુધીનો છે. ધાર્મિક દ્રિષ્ટીકોણને ધ્યાનમાં રાખીને ભારતીય પરિધાન અથવા નોન-કેઝ્યુઅલ ડ્રેસ પહેરવો શ્રેષ્ઠ રહેશે. આ દેરાં તમામ માટે ખૂલ્લાં છે.
- તમે અમદાવાદ આવ્યા હો અને દિલ્હી ચકલા પાસે સ્થિત ફરકી બ્રધર્સની મુલાકાત લેવાનું ચૂકી ગયા હો, તો મૂંઝાવાની જરૂર નથી. દિલ્હી દરવાજામાં પણ તેની મુખ્ય દુકાન છે, જ્યાં ચિનુભાઈ ફરકીએ સર્વશ્રેષ્ઠ લસ્સી બનાવીને વેચવાનો ધાંધો શરૂ કર્યો હતો. 1960થી શરૂ થયેલા આ ધંધાએ આજે તો મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને શહેરમાં તેના 15થી વધુ આઉટલેટ્સ છે. વધુ માદહતી માટે તમે 7405-013255 પર કોલ કરી શકો છો.
- અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું હનુમાન મંદિર, શાહીબાગ
- અલ્પના હવેલી જે પરાંપરાગત કોતરણી અને સાગના લાકડાની સમૃદ્ધ કારીગરી સાથે ગુજરાતી હવેલી શૈલીમાં બાંધવામાં આવેલી સુંદર હવેલી છે. તેને 18મી, 19મી અને 20મી સદીના ફર્નિચરથી સુશોભિત કરવામાં આવી છે. આ હવેલીના હાલના મલિક અનંત ઝવેરી છે, જે એક અગ્રણી બિઝનેસમેન છે. હવેલીનું સરનામુ: સ્ટેટ ગેસ્ટ હાઉસની સામે, શાહીબાગ, એરપોર્ટ રોડ. વધુ માહિતી માટે 079-22860463 પર કોલ કરી શકો છો.
- જો તમે નોન વેજ ફૂડ ખાવાના શોખીન હોવ તો મખ્ખનવાલી રોટી સાથે ભાજી-ગોશ્તની જ્યાફત માણવા તમારે ચોક્કસપણે ઇબ્રાહિમભાઈની લાજવાબ રેસ્ટોરન્ટની મુલાકાત લેવી જ રહી!

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

દરવાજો એશલર પથ્થરની ચણતરથી બનેલો છે. આ દરવાજો શહેરના અનેક નિયમો અને શાસકોનો સાક્ષી છે.

નજીકના સ્થળો

દરિયાપુર દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર
દ્વારકાધીશનું મંદિર

અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.54 કિલોમીટર
હઠીસિંહ મંદિર

અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર
પ્રેમ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.96 કિલોમીટર
રાણી રૂપમતિ મસ્જિદ

ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.79 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

જાણવા જેવું

અમદાવાદના ઐતિહાસિક દરવાજા અમદાવાદના જૂના કોટવાળા શહેરની સીમાઓને ચિહ્નિત કરીને ગર્વથી સીધા ઊભા છે. શહેરના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ હોવાને કારણે, તેઓ દિવસના તમામ કલાકો દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લા હોય છે. જો કે, આર્કિટેક્ચરલ વિગતોની યોગ્ય રીતે પ્રશંસા કરવા અને તેમની આસપાસના સમૃદ્ધ બજારોનો આનંદ માણવા માટે દિવસના સમયે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક