કોચરબ આશ્રમ

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.47 કિલોમીટર

દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીએ 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.  શાંતિપૂર્ણ રીતે અંગ્રેજો સામે આઝાદીની લડત અંગેના મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના લીધે આ પરિસરને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામા આવતુ હતું.

મોહનદાસ કરમચંદ ગાંધી જેમને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ , તેઓ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. દક્ષિણ આફ્રિકામાં તેઓ વકાલત કરતા હતા અને અંગ્રેજોના ભેદભાવ સામે શાંતિપૂર્વક પદ્ધતિઓથી લડ્યા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમને ભારત પરત ફરવા માટે કહ્યું હતું જેથી સમાજમાં કાર્ય કરવા માટે તેઓ યોગદાન આપી શકે.

અમદાવાદમાં સ્થાયી થવાના તેમના નિર્ણય અંગે ગાંધીજીએ 1915માં કહ્યું હતું કે તેઓ ગુજરાતી છે તેથી ગુજરાતી ભાષાના માધ્યમથી દેશની સેવા સૌથી સારી રીતે કરી શકશે. અમદાવાદ વર્ષોથી હાથવણાંટનું કેન્દ્ર રહ્યું છે તેથી આ ઉદ્યોગને ફરી જાગૃત કરવા માટે સૌથી ઉત્તમ સ્થળ આ જ હોઇ શકે. એક મોટું ઔદ્યોગિક શહેર હોવાના કારણે મિલ માલિકો અને સંપન્ન લોકો પાસેથી સહાયતા પણ મળી શકે છે તે બાબત પણ તેમણે ધ્યાનમાં લીધી હતી.

તેમના મિત્ર અને વકીલ જીવનલાલ દેસાઇએ તેમને કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપિત કરવા માટે જમીન દાનમા આપી હતી. સાબરમતી આશ્રમના પરિસરમાં સ્થાયી થતા પહેલા ગાંધીજી અહીં દોઢ વર્ષ રહ્યા હતા.

કોચરબ આશ્રમ કોલોનીયન સમયની ઇમારત છે જેમાં સફેદ દિવાલો છે. અહીં રસોડું અને હોસ્ટેલ છે અને ગાંધી મેમોરિયલ મ્યૂઝિયમમાં ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી ચીજવસ્તુઓ, સામાન, ચરખો અને ઐતિહાસિક તસવીરો મૂકવામા આવી છે.

મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ દિવસોના ઉપક્રમે ખાસ કાર્યક્રમો આશ્રમમા યોજવામા આવે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

ગાંધી મેમોરિયલ મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર, ગાંધીજી અને કસ્તુરબાનું એક વિશાળ પોટ્રેટ મુલાકાતીઓનું સ્વાગત કરે છે અને ટોલ્સટોય, જોન રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર જેવા તેમના પર પ્રભાવ પાડનારા લોકોના કેટલાક મોટા ચિત્રો સાથે. અહીં ડિસ્પ્લે પરની કેટલીક ઐતિહાસિક કલાકૃતિઓ ગાંધીજીની પ્રતિષ્ઠિત લાકડાની લેખન ડેસ્ક અને લાકડાના સ્પિનિંગ વ્હીલ - ચરખા છે. કોચરબ આશ્રમ ખાતે મુલાકાતીઓ માટે એક સરસ પુસ્તક અને સંભારણુંની દુકાન છે.

નજીકના સ્થળો

બાબા લુલુઈની મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.23 કિલોમીટર
ગુજરાત કોલેજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.75 કિલોમીટર
એમ જે લાયબ્રેરી

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.94 કિલોમીટર
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.67 કિલોમીટર
પરિમલ ગાર્ડન

પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.17 કિલોમીટર
સંસ્કાર કેન્દ્ર અને સિટી મ્યૂઝિયમ

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
ટાગોર હોલ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.58 કિલોમીટર
ટાઉન હોલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.81 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

આશ્રમ સોમવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં ખુલ્લો રહે છે.

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક