કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ

આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 3.61 કિલોમીટર

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ વિશ્વના ઐતિહાસિક અને આધુનિક ભારતીય વસ્ત્રો (ટેક્સટાઇલ્સ)ના શ્રેષ્ઠતમ સંગ્રહને પ્રદર્શિત કરે છે. ટેક્સટાઈલ્સનું ધાર્મિક અને બિનસાંપ્રદાયિક મટિરિયલ મહાન ઐતિહાસિક, કલાત્મક અને આંતરિક મૂલ્ય ધરાવે છે. તેમાંના કેટલાક મટિરિયલ્સ તો 300 કરતા પણ વધુ વર્ષ જૂનાં છે.

કાપડના ઉત્પાદક શહેર અમદાવાદમાં કાપડનું સંગ્રહાલય એટલે કે ટેક્સટાઈલ્સ મ્યુઝિયમ ખોલવાનો વિચાર ભારતીય કલાના એક અગ્રણી ઇતિહાસકાર અને પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિના અગ્રણી વ્યાખ્યાકારોમાંના એક એવા ડૉ. આનંદ કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર તેમણે એ સમયે રજૂ કર્યો હતો જ્યારે ભારતીય ટેક્સટાઈલ ક્ષેત્રને તેમની શ્રેષ્ઠતા અને લોકપ્રિયતા ગુમાવવાનું ભય હતો.

ટેક્સટાઈલ્સ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1949માં અમદાવાદ મેન્યુફેક્ચરિંગ અને કેલિકો પ્રિન્ટિંગ મિલ્સ કંપની લિ. (જે કેલિકો મિલ્સ તરીકે પ્રખ્યાત છે) ખાતે ગૌતમ સારાભાઈ અને તેમના બહેન ગિરા સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1982માં આ મ્યુઝિયમને સારાભાઈ ફાઉન્ડેશનની ધ રીટ્રીટ નામની એસ્ટેટમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું, જેમાં એક ઔપચારિક બગીચા અને વોટર ફીચર્સ સાથે સારાભાઈની હવેલી સામેલ છે. અંબાલાલ અને સરલાદેવી સારાભાઈ, જેઓ ગૌતમ અને ગિરા સારાભાઈના માતા-પિતા છે, તેમના માટે શાંતિનિકેતનના સુરેન્દ્રનાથ કર દ્વારા વર્ષ 1930ના દાયકામાં સારાભાઈની હવેલી ડિઝાઈન કરવામાં આવી હતી.

મ્યુઝિયમની ગોઠવણી ખૂબ જ આકર્ષક છે. જેમાં સારાભાઈ પરિવારની એક ભવ્ય રહેણાંક હવેલી છે, જે એક જમાનામાં ગુજરાતની સૌથી મોટી કાપડની મિલોમાંની એક હતી. મ્યુઝિયમના ઉત્કૃષ્ટ કાપડના કલેક્શનને રાખવા માટે આ હવેલીનો અનુકૂળ રીતે પુનઃ ઉપયોગ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમનું બિલ્ડીંગ બોટાનિકલ રૂપથી રસપ્રદ બગીચાઓની વચ્ચે સ્થિત છે, જેમાં વિવિધ વોટર ફીચર્સ અને સુશોભન તત્વો રહેલાં છે.

મ્યુઝિયમની અંદર વિવિધ પ્રકારના કાપડ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે, જેવાં કે કાશ્મીરની શાલ, પંજાબની ફૂલકારી (ફૂલોનું ભરતકામ), ગુજરાતનું ભરતકામ તેમજ ટાઇ એન્ડ ડાઇ, ભારતના વિવિધ ભાગોમાંથી ઇકત સાડીઓ, કલમકારીઓ, શાહી વસ્ત્રો, ઉત્કૃષ્ટ પ્રકારના ગાલીચાઓ, બાલુશર સાડીઓ, પૈઠણી સાડીઓ, કાંચીપુરમ સિલ્ક, અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતમાં બનાવેલા કાપડ વગેરે. કાપડોનું જે ધાર્મિક કલેક્શન છે, તેમાં કપડા ઉપર ભક્તિચિત્રો કરવામાં આવ્યાં છે, જે મંદિરના કાપડ જેવી અને સચિત્ર જૈન હસ્તપ્રતોની છાપ ઉભી કરે છે.

આ મ્યુઝિયમ બે ભાગોમાં વહેંચાયેલું છે, જેમાં ધાર્મિક કાપડ હવેલી તરીકે ઓળખાતા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે, અને બિનસાંપ્રદાયિક મટિરિયલ્સ આંગણાની આસપાસના ચોકમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના કેન્દ્રમાં આવેલો ચોક ‘હવેલીઓ’ની ઉત્કૃષ્ટ કોતરણીકામ કરેલ લાકડાના અગ્રભાગથી ઘેરાયેલો છે. આ કોતરણીકામ કરેલ લાકડાઓ જુદા-જુદા એવા સ્થળોએથી બચાવીને લાવવામાં આવ્યા છે, જ્યાં તેમને તોડી પાડવાનો ખતરો હતો અને તેમને પરિવારના ભૂતપૂર્વ સ્વિમિંગ પૂલની આસપાસ ફરીથી ભેગા કરવામાં આવ્યા છે.

ત્યાંના ગાઈડ તમને મ્યુઝિયમનું ખૂબ જ સારી રીતે વિગતવાર વર્ણન કરે છે તેમજ પ્રાચીન કાપડ કળા સાથે સંકળાયેલા ભારતીય વણકરો અને કારીગરોની પ્રતિભા વિશે મુલાકાતીઓને પરિચય આપે છે. આ મ્યુઝિયમમાં તમે કાશ્મીરી શાલ, ડબલ ઇકત ટેક્નીકનો ઉપયોગ કરીને વણાયેલા પટોળાં જેમાં વણાટ પહેલા પ્રત્યેક તાણાવાણાને અલગ-અલગ રીતે ટાઈ અને ડાઈ કરવામાં આવે છે, ઇજિપ્તમાંથી મળી આવેલા ભારતીય કાપડના ટુકડાઓ, ટાઈ એન્ડ ડાઈ, બાલીમાં એક્સપોર્ટ કરવા માટે બનાવવામાં આવેલા સરોંગ, પોર્ટુગલ અને બ્રિટિશ માર્કેટ્સ માટે બનાવવામાં આવેલા બારીના પડદાઓ અને ચિંટ્ઝ, દુર્લભ રેશમ અને સુતરાઉ મશરૂ વણાટના નમૂનાઓ, ઉત્કૃષ્ટ ભરતકામ, પ્રિન્ટ કરેલા ફેબ્રિક્સ, ચંબાના રૂમાલ જેનો ઉપયોગ ગિફ્ટ રેપિંગ માટે કરવામાં આવે છે, સોનાના તારની ભારે સિલાઈ સાથે બનાવવામાં આવેલી મોંઘી જરીકામ કરેલી સાડીઓ, અને ભારતના રજવાડાંઓમાંથી વિસ્તૃત રીતે સુશોભિત કરવામાં આવેલાં કપડાઓ વગેરે જોઇ શકો છો. ‘ધ પિસ-દે-રેઝિસ્ટન્સ’ અમદાવાદમાં સ્થિત કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સમાં ટેન્ટ પેનલ્સનું કલેક્શન છે, જેમાં ટેન્ટની છતોના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આ ટેન્ટ કલેક્શનમાં શાહજહાંના ઉત્તમ કિનખાબ તંબુનો સમાવેશ થાય છે, જેઓ એક સમયે ગુજરાતના ગવર્નર હતા.

મ્યુઝિયમનું ધાર્મિક વસ્ત્રોનો વિભાગ પણ એટલો જ પ્રભાવશાળી અને આકર્ષક છે. આ વિભાગમાં પિછવાઈ અને અન્ય મંદિર ચિત્રો, ધાર્મિક વિષયોની સાથે મિનિયેચર પેઇન્ટિંગ્સ એટલે કે લઘુચિત્રો, મંદિરની સજાવટ અને તાડવૃક્ષના ચિત્રિત પાંદડાની હસ્તપ્રતોનું જૈન કલેક્શન વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે, અને મંડળો હવેલી મંદિરની પ્રતિકૃતિની આસપાસ કેન્દ્રિત છે.

આ મ્યુઝિયમમાં કેટલુંક રસપ્રદ ફર્નિચર, કેટલાંક ઉત્તમ કાંસ્ય અને અહિલ્યાબાઈ હોલકરની પાલખી પણ આવેલી છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

માટે મુલાકાત લેવી આવશ્યક છે ● પુષ્કળ ઐતિહાસિક, કલાત્મક અને આંતરિક મૂલ્યના કાપડનો સ્વાદપૂર્વક પ્રદર્શિત સંગ્રહ. ● કલા અને કલાકૃતિઓ. ● આર્કિટેક્ચર અને મ્યુઝિયમ ડિઝાઇન. ● બોટનીકલી-રસપ્રદ બગીચો. ● વિશિષ્ટ પુસ્તકની દુકાન.

નજીકના સ્થળો

રાણી સતી મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
સાબરમતી આશ્રમ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.4 કિલોમીટર
સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ

અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.79 કિલોમીટર
દરિયા ખાનનો મકબરો

QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો

આ સાઇટથી અંદાજિત અંતર: 0.57 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

02 કલાક 30 મિનિટ

જાણવા જેવું

● ભારતીય કાપડ, કાળા અને સફેદ ફોટોગ્રાફ્સ, કલર પ્રિન્ટ્સ, કાપડ અથવા કાગળ પર પસંદ કરેલ ટુકડાઓનું પુનઃમુદ્રણ, પોસ્ટકાર્ડ્સ અને સ્મૃતિચિહ્નો વિશે વિસ્તૃત માહિતીસભર પ્રકાશનોની સાથે ત્યાં એક અદ્ભુત બુક શોપ એટલે કે પુસ્તકોની દુકાન છે. ● મ્યુઝિયમની ગાઈડ ટુર માટેનો સમય: સવારની ટુર: સવારના 10.30 થી બપોરના 1.45 વાગ્યા સુધી બપોરની ટુર: બપોરના 2.45 થી સાંજના 5.00 વાગ્યા સુધી મ્યુઝિયમ મંગળવાર થી રવિવાર સુધી ચાલુ રહે છે, નોંધ: સોમવાર મ્યુઝિયમ બંધ રહે છે. ● મ્યુઝિયમની ગાઈડેડ ટુર નિઃશુલ્ક છે. ● ટુર માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ● રજિસ્ટ્રેશન માટે અરજી કરતા વખતે તમારું પૂરું નામ, ફોન નંબર, ઇમેઇલ આઇડી, રહેણાંકનું સરનામું અને તમામ મુલાકાતીઓના પ્રોફેશનની વિગતો આપવી આવશ્યક છે. ● ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી નિષેધ છે. ● મ્યુઝિયમમાં બેગ્સ, મોબાઈલ ફોન્સ અને કેમેરા લઈ જવાની પરવાનગી નથી. ● મ્યુઝિયમમાં રાખેલા કાપડ ખૂબ જ નાજુક હોવાને કારણે, પ્રત્યેક ટુરમાં વધુમાં વધુ 20 મુલાકાતીઓ જ જઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે ટુરનું રજિસ્ટ્રેશન એડવાન્સમાં જ કરી લેવામાં આવે. તમારી ટુર બુક કરવા માટે નીચેના સરનામે સંપર્ક કરો: સારાભાઈ ફાઉન્ડેશન – કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સ ધ રીટ્રીટ, અંડરબ્રિજની સામે, શાહીબાગ, અમદાવાદ – 380 004, ગુજરાત, ભારત. સવારના 10.30 થી બપોરના 1.45 વાગ્યા સુધી અને બપોરના 2.45 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા દરમિયાન ફોન કરી શકાય છે. (સોમવાર અને બેંક હોલિડેના દિવસે ફોન નહીં કરી શકાય) ફોન નંબર: 079-22868172, 079-22865995 મોબાઈલ નંબર: 9726089595 જનરલ ઇન્ક્વાયરી માટે ઇ-મેઇલ: calicomuseum@gmail.com ટુરના બુકિંગ માટે ઇ-મેઇલ: booking.calicomuseum@gmail.com https://www.calicomuseum.org

સમય :10:15 થી 13:30

એન્ટ્રી ફી : નિઃશુલ્ક