દયાભાઈ મહેતા હવેલી

હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.46 કિલોમીટર

દયાભાઈ મહેતા હવેલી એ અમદાવાદ શહેરમાં આવેલું એક ઐતિહાસિક ઘર છે. સિટી હેરિટેજ સેન્ટરની મદદથી તેને રિસ્ટોર કરવામાં આવ્યું હતું. આ ઘરમાં મ્યુઝિયમ કલેક્શનનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેમાં આઝાદી પહેલાના સમયના ફોટાઓ અને કલાકૃતિઓનો સમાવેશ થાય છે.

આ હવેલી શ્રી દયાભાઈ મહેતાનું ઘર હતું, જેઓ એક વકીલ હતા અને કેટલાક રજવાડાંઓના દીવાન હતા. સ્વામી વિવેકાનંદજી, મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓએ આ ઘરની મુલાકાત લીધી હતી.

આ હવેલી દેસાઈની પોળમાં આવેલી છે. દેસાઈની પોળ ભવ્ય વારસાથી સમૃદ્ધ છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રવાદીઓ સાથે સંકળાયેલા અનેક ઘરો આવેલાં છે અને લાકડાની શ્રેષ્ઠ કારીગરી સાથે કેટલીક સુંદર હવેલીઓ પણ આવેલી છે. આ હવેલીમાં એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેને સમયાંતરે મુલાકાતીઓએ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. મુલાકાતીઓ ત્યાં વિવિધ કલાકૃતિઓ, જૂના વાસણો, હવેલીના માલિકના પરિવારના તેમજ મહાત્મા ગાંધી જેવા નેતાઓના જૂના ફોટાઓ, આઝાદી પહેલાના સમયના ન્યૂઝપેપર્સ, ભારતના નકશા પર ભારત માતાને દર્શાવતું એક જૂનું પેઇન્ટિંગ અને અન્ય ઘણી વસ્તુઓ જોઇ શકે છે.

નજીકના સ્થળો

ચિનુભાઈ બેરોનેટ હાઉસ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.07 કિલોમીટર
દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
હાટકેશ્વર મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.04 કિલોમીટર
હરિપ્રસાદ મહેતા બંગલો – જગદીપ મહેતાનું હેરિટેજ હાઉસ

હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.09 કિલોમીટર
શ્રી જીવકોર વનિતા વિશ્રામ

આઝાદીનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.06 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

ખાનગી માલિકીની જગ્યા હોવાને કારણે હવેલીના માલિકો મુલાકાતીઓને તેમના વિવેકબુદ્ધિથી પરવાનગી આપવાનો અધિકાર અનામત રાખે છે.

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક