દીવાનજીની હવેલી એ સાંકડી શેરીમાં આવેલી એક ખૂબ જ સુંદર હવેલી છે.
આ હવેલી એક સમયે શંકરદાસ કંથારિયાનું નિવાસસ્થાન હતું, જેઓ મુઘલ સામ્રાજ્યના વહીવટકાર હતા. હવેલીને તેમના વંશજ મોતીલાલ દીવાન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, જેઓ કચ્છના શાસકોના દરબારમાં દીવાન હતા. 1875ની આસપાસના સમયની દીવાનના જીવન વિશેની અનેક વાતો છે, જેને તાજેતરમાં જ પુનર્નિર્મિત કરવામાં આવેલી અને સિટી હેરિટેજ સેન્ટર (CHC) દ્વારા સંચાલિત કરવામાં આવતી હવેલીની પેનલો પર દર્શાવવામાં આવી છે.
આ હવેલી એ ચાર માળનું મકાન છે, જેના અગ્રભાગમાં લાકડાની કારીગરી છે. હવેલીને એક ટીન દ્વારા પુનઃનિર્મિત કરવામાં આવી છે, જેમાં કન્ઝર્વેશન આર્કિટેક્ટ આશિષ ત્રાંબેડિયા, કન્સલ્ટન્ટ જગદીશ વ્યાસ, સુથાર જેઠાભાઈ સોલંકી કે જેઓ હેરિટેજ સાઇટ્સની કારીગરીમાં નિષ્ણાંત છે, સ્પેનિશન રિસ્ટોરેશન એક્સપર્ટ્સ પિલર ગોન્ઝેલ્સ અને ડેનિયલ પોન્સનો સમાવેશ થાય છે. આ હવેલીની મુખ્ય વિશેષતાઓ છે લાઇમ પ્લાસ્ટર, લાકડાની કારીગરી અને પ્લાસ્ટરવર્કનો ઉપયોગ જે હવેલીના મકાનમાં કરવામાં આવેલા મૂળ શિલ્પ-સ્થાપત્યના કામ સાથે બરાબર બંધબેસે છે.
આ હવેલી અમદાવાદની પોળના ઘરોમાં પ્રચલિત ટેંક્સ, કૂવાઓ અને સુરંગોની જલસંચય પ્રણાલીની ઝાંખી કરાવે છે. હવેલીના ચોર અથવા મધ્યભાગમાં આવેલા વરંડાની નીચે પાણી સંગ્રહ કરવાની ટાંકી છે જે ત્રણ સ્તરીય વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ભાગ છે.
દીવાનજીની હવેલી હવે સિટી હેરિટેજ સેન્ટરનું હેડક્વાક્ટર છે. સિટી હેરિટેજ સેન્ટર એ એક સમુદાય આધારિત રિસોર્સ સેન્ટર છે, જે તકનીકી સહાયતા, જાગૃતિ કાર્યક્રમો અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન દ્વારા વિવિધ સમુદાયોને તેમના સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને જાળવવા, ટકાવી રાખવા અને પ્રમોટ કરવામાં સહાય કરે છે.
જ્યારે જૂના સ્મારકોની મુલાકાત લેવાથી તમને ભૂતકાળને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે, ત્યારે એક રાત વિતાવવી એ એક અલગ અનુભવ છે. દીવાનજી ની હવેલી એ 250 વર્ષ જૂની હેરિટેજ ઈમારત છે જે એક ઉત્તમ બેડ અને બ્રેકફાસ્ટ સર્વિસ આપે છે. અમદાવાદના ખાડિયા પ્રદેશમાં આવેલી હવેલીને યુરોપીયન આર્કિટેક્ટ્સની મદદથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, જેણે આ સદી જૂના બંગલાને પરંપરાગત રીતે ભવ્ય અને રોમેન્ટિક રિસોર્ટમાં રૂપાંતરિત કર્યું છે.
પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
45 મિનિટ
ખાનગી માલિકીની જગ્યા હોવાને કારણે હવેલીના માલિકો મુલાકાતીઓને તેમના વિવેકબુદ્ધિથી પરવાનગી આપવાનો અધિકાર અનામત રાખે છે.
સમય :10:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક