જગદીપ મહેતાનું હેરિટેજ હાઉસ એ અમદાવાદના પ્રથમ હોમસ્ટેમાંનું એક છે. અહીંયા રોકાણ માટે ઉતરતા મુસાફરો અને અતિથિઓ કોટ વિસ્તારમાં આવેલા પોળજીવનની ઝાંખી જોઈ શકે છે.
આ હેરિટેજ હાઉસ તે ઘરોમાંનું એક હતું, જેની માલિકી તે સમયના નાગર બ્રાહ્મણ વિસ્તૃત (એક્સટેન્ડેડ) પરિવારની હતી. મોટા સુથારનો વાડો વિસ્તાર તેમજ ખાડિયાની આસપાસના વિસ્તારોમાં આ પરિવારના ઘણા ઘરો હતા. ત્યારબાદ આ ઘર જગદીપ મહેતાએ લઇ લીધું. તેમણે તેને પુનઃસ્થાપિત કર્યું અને તેનું નવીનીકરણ કર્યું.
આ ઘરના અગ્રભાગમાં પરંપરાગત સ્થાપત્ય સાથે યુરોપિયન પ્રભાવોનું સંયોજન જોવા મળે છે. આ હેરિટેજ હાઉસમાં અમદાવાદની હવેલીઓની લાક્ષણિકતાઓ પણ જોવા મળે છે, જેમકે આ ઘરમાં એક ખુલ્લું આંગણું પણ છે, જેને ચોક કહેવામાં આવે છે અને અહીંયા તમે ઐતિહાસિક વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે જળસંચય વ્યવસ્થા પણ જોઇ શકો છો.
ઘરના માલિકો રૂમો ભાડે આપે છે અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો કરે છે, જેવાં કે કૂકિંગ લેસન્સ, પરંપરાગત સંગીત, પરિવાર સાથે વાતચીત અને પાડોશીઓની મુલાકાત વગેરે.
આ બંગલો જૂના શહેરની મધ્યમાં પણ આવેલું છે, જે તેને સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને બજારોની મુલાકાત લેવા માટે અનુકૂળ સ્થળ બનાવે છે.
પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
45 મિનિટ
ખાનગી માલિકીની જગ્યા હોવાથી, ઘરના તમામ ભાગો મુલાકાતીઓ માટે ખુલ્લા નથી. હવેલીના માલિકો પોતાની વિવેકબુદ્ધિથી મુલાકાતીઓને પરવાનગી આપવાનો અધિકાર અનામત રાખે છે. આમાંના ઘણા ખાનગી રહેઠાણો અને હવેલીઓ પ્રવાસીઓ માટે હેરિટેજ સ્ટેસ તરીકે કાર્યરત છે, જે માલિકના મહેમાનો તરીકે આરક્ષિત અને માણી શકાય છે.
સમય :કોઈપણ સમય
એન્ટ્રી ફી : Free