ગુજરાત વિદ્યાપીઠ

આઝાદી પહેલાનો યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.89 કિલોમીટર

ગુજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા છે, જેમાં શૈક્ષણિક મકાનો, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, રમત-ગમતની સુવિધાઓ અને ટ્રાયબલ એટલે કે આદિજાતિ મ્યુઝિયમ છે.

મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. આ વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ બ્રિટિશ પ્રભાવથી સ્વતંત્ર હોય તેવી એક મોડલ સંસ્થાનું નિર્માણ કરવાનો હતો. ગાંધીજી ઇચ્છતા હતા કે તેમની વિદ્યાપીઠ યુવાનોને રાષ્ટ્રના પુનઃનિર્માણના કાર્ય માટે તૈયાર કરે અને ‘હિંદ સ્વરાજ’ એટલે કે તેમના સપનાના ભારતનું નિર્માણ કરવામાં તેમને માર્ગદર્શન આપે. પ્રોફેસર એ.ટી. ગિડવાણી વિદ્યાપીઠના સ્થાપક વાઇસ ચાન્સેલર હતા. ગાંધીજી પછી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર  પ્રસાદ અને મોરારજી દેસાઈએ વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે સેવાઓ આપી હતી.

વર્ષ 1930થી 1935ના નાગરિક અસહકાર આંદોલન અને 1942થી 1945ના ભારત છોડો આંદોલન દરમિયાન વિદ્યાપીઠ અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી હતી. આ બંને સમયગાળા દરમિયાન વિદ્યાપીઠના સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.

દાયકાઓથી, વિદ્યાપીઠમાં ઘણી કોલેજો બનાવવામાં આવી છે.

આજે આ વિદ્યાપીઠ ભારત સરકારના ચાર્ટર સાથેની એક રાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંની એક છે અને સેવાલક્ષી શિક્ષણના ગાંધીજીના આદર્શોને પ્રોત્સાહન આપવામાં માંગે છે.

અનેક બિલ્ડીંગો સાથેનું વિદ્યાપીઠનું કેમ્પસ ખૂબ જ વિશાળ છે. કેમ્પસમાં આવેલી હોસ્ટેલ સૌથી શ્રેષ્ઠ બિલ્ડીંગોમાંની એક છે, જેમાં વૃક્ષોથી ભરેલું આંગણું છે તેમજ સ્તંભો અને પ્રવેશદ્વાર પર કોરિંથિયન કેપિટલ્સ બનાવવામાં આવ્યા છે.

ટ્રાયબલ મ્યુઝિયમ, ટ્રાયબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલું છે, જેની સ્થાપના વર્ષ 1962માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ ગુજરાતના વિવિધ આદિજાતિ સમૂહોના જીવનને ડાયોરમા, કલાકૃતિઓ, વાસણો, મહોરાઓ, સૂચનાત્મક પેનલો, સાધનો, કૃષિ ઉપકરણો અને ફોટાઓના માધ્યમથી પ્રદર્શિત કરે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

જ્યારે તમે આ કેમ્પસમાં લટાર મારશો, ત્યારે પુસ્તકાલયની મુલાકાત લો જેમાં દુર્લભ પુસ્તકોનો સંગ્રહ છે.

નજીકના સ્થળો

મિલમાલિકનું મકાન (મિલ ઓનર્સ બિલ્ડીંગ)

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.4 કિલોમીટર
સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT - સેપ્ટ યુનિવર્સિટી)

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.84 કિલોમીટર
દિલ્હી દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.3 કિલોમીટર
હઠીસિંહ મંદિર

અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.37 કિલોમીટર
લાલભાઇ દલપતભાઇ મ્યૂઝિયમ

અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 2.21 કિલોમીટર
દરિયા ખાનનો મકબરો

QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો

આ સાઇટથી અંદાજિત અંતર: 2.18 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

આ વિદ્યાપીઠ સવારના 11.00 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. શનિવારનો સમય: સવારના 11.00થી બપોરના 3.30 રવિવારે બંધ રહે છે. સરનામું: ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસ, સત્તર તાલુકા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ.

સમય :11:00 થી 18:30

એન્ટ્રી ફી : નિઃશુલ્ક