કવિ દલપતરામ ચોક

પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.14 કિલોમીટર

કવિ દલપતરામ ચોક જાણીતા ગુજરાતી કવિ, સંસ્કૃ વિદ્વાન દલપતરામ ડાહ્યાભાઇ તરવડીના સન્માનમાં બનાવવામા આવ્યો છે જ્યાં તેમની મૂર્તિ પણ લગાવવામા આવી છે. કવિ દલપતરામ એક સમાજ સુધારક પણ હતા જેમણે જાતિ પ્રથાના બંધનો અને બાળ લગ્ન વિશે ઘણું લખ્યું છે. વિધવા પુન:લગ્ન અંગે તેમણે વેનચરિત્ર નામની કવિતા લખી છે.

ગુજરાતી કવિ દલપતરામ (1820-1898) એક સંસ્કૃત વિદ્વાન હતા જેમનો જન્મ વઢવાણમાં થયો હતો. તેઓ બ્રાહ્મણ હતા અને સંસ્કૃત અને વ્રજભાષાના પ્રખર વિદ્વાન હતા. 24 વર્ષની ઉંમરે સંસ્કૃતના અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા હતા અને અહીં એલેક્ઝાન્ડર કિનલોચ ફોર્બ્સ નામનો બ્રિટિશ વહીવટદાર તેમની પાસે ગુજરાતી શીખવા આવતો હતો.  ફોર્બ્સ અમદાવાદ માટે બ્રિટિશ કોલોનીનો અધિકારી હતો. દલપતરામ વ્રજભાષામાં કવિતા લખતા અને ફોર્બ્સે તેમને ગુજરાતીમાં કવિતા લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ફોર્બ્સે ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરીને ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી. દલપતરામ અને ફોર્બ્સ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરીને મૌખિક અને લેખિત સાહિત્ય એકઠું કરતા હતા. ફોર્બ્સ દ્વારા પ્રભાવિત થઇને દલપતરામે તેમના સમાજ સુધારણા તેમજ પ્રોદ્યોગિક વિકાસ અંગેના વિચારો સમજાય તેવા પદ્ય દ્વારા રજૂ કર્યા હતા. તેઓ સરકારમાં સુધારણાઓ અંગે પણ હકારાત્મક હતા.

દલપતરામે નોંધપાત્ર કામગીરી કરી છે જેમાં 1849માં પ્રકાશિત લક્ષ્મી નાટક ગુજરાતીમાં પ્રથમ આધુનિક નાટક હતું જે ગ્રીક નાટક  પ્લુટસ પરથી પ્રેરિત હતું. તેમણે સંસ્કૃતનો અભ્યાસ સ્વામિનારાયણ મંદિરમાં કર્યો હતો. સ્વામિનારાયણ પંથના સ્થાપક સહજાનંદ મહારાજે તેમને મહાકવિનું બિરૂદ આપ્યું હતું. દલપતરામના પુત્ર નાનાલાલ દલપતરામ પણ જાણીતા ગુજરાતી કવિ હતા.

જે ઘરમાં કવિ દલપતરામ રહેતા તે 2001માં તૂટી પડ્યું હતું અને ત્યાં હવે ખુલ્લો ચોક છે અને કવિ દલપતરામની પ્રતિમા મુકવામા આવી છે જેનું અનાવરણ 2001માં કરવામા આવ્યું હતું. ચોકની પાછળ જે મકાન છે તે તેમના વાસ્તવિક મકાનની પ્રતિકૃતિ છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આ માટે મુલાકાત લેવી આવશ્યક છે:  ઈતિહાસ  સ્મારક

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.09 કિલોમીટર
ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર
જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.11 કિલોમીટર
કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.15 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.33 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.32 કિલોમીટર
સ્વામિનારાયણ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતી હેરિટેજ વોકમાં આ ચોક એક સ્ટોપ પણ છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક