તેને શાહ-એ-આલમનો રોજો અથવા તો રસુલાબાદ દરગાહ તરીકે પણ ઓળખવામા આવે છે. શાહ આલમ રોઝામાં મસ્જિદ અને મકબરો છે. તે શાહઆલમ વિસ્તારમાં સ્થિત છે જેનું નામ સુલતાન મહમૂદ બેગડાના આધ્યાત્મિક સલાહકાર અને ધાર્મિક ગુરૂ શાહઆલમ પરથી પાડવામા આવ્યું છે.
શાહઆલામનો અર્થ વિશ્વનો બાદશાહ થતો હોય, પરંતુ શાહઆલમ એક ધાર્મિક ગુરૂ હતા. સુલતાન અહેમદ શાહના શાસન સમયે તેમના પિતા હઝરત સૈયદ બુરહાનુદ્દીન કુતુબ-અલ-આસમ અમદાવાદના વટવા વિસ્તારમાં સ્થાયી થયા હતા. પિતાના મૃત્યુ બાદ શાહઆલમે તેમનો વારસો સંભાળ્યો અને 1475માં નિધન થયું ત્યાં સુધી અમદાવાદના એક ખુબજ પ્રતિષ્ઠિત ધાર્મિક ગુરૂ રહ્યા હતા. આ મકબરો 1475થી 1483ની વચ્ચે બનાવવામા આવ્યો હતો.
શાહઆલમ રોઝામાં પ્રવેશદ્વાર, મકબરા, મસ્જિદ, પ્રાર્થના માટેનો હોલ, જળસ્ત્રોત અને અન્ય મધ્યયુગીન બાંધકામના અવશેષ જોવા મળે છે. ઉત્તરમાં પ્રભાવશાળી પ્રવેશદ્વાર છે. ઘણા બધા ગુબંજથી બનેલા આ મકબારામાં બહારની દિવાલો પર સુંદર જાણી છે અને તેના કેન્દ્રમાં કબર છે. શાહઆલમના પાળતૂ પોપટની કબર પર પણ નાનો મકબરો બનાવવામા આવ્યો છે. મસ્જિદનું બાંધકામ છેલ્લી સલ્તનતના સમયનું છે જેના આગળના ભાગે મોરાના બન્ને ભાગે સુંદર મિનારા છે.
શાહઆલમ રોઝામાં પ્રવેશદ્વાર, મકબરા, મસ્જિદ, પ્રાર્થના માટેનો હોલ, જળસ્ત્રોત અને અન્ય મધ્યયુગીન બાંધકામના અવશેષ જોવા મળે છે
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
મુઘલ યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
15 મિનિટ
આ પરિસરની સવારથી સાંજ સુધીમાં દરરોજ મુલાકાત લઇ શકાય છે.
સમય :04:00 થી 22:30
એન્ટ્રી ફી : નિઃશુલ્ક