ડચ કબરો

મુઘલ યુગ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 3.76 કિલોમીટર

ડચ કબરો એ અમદાવાદમાં સ્થિત ભારતીય-યુરોપિયન સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે. કાંકરિયા તળાવ પાસે આવેલું ‘વન ટ્રી પાર્ક’ કબ્રસ્તાન એ, અમદાવાદમાં રહેતા અને અહીંયા જ કામકાજ કરવા દરમિયાન મૃત્યુ પામેલા ડચ, અંગ્રેજ અને આર્મેનિયન લોકો માટે અંતિમ વિશ્રામ સ્થળ હતું. ડચ કબરો સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ સ્મારકો છે, જેમાં ભારતીય, મુઘલ અને યુરોપિયન સ્થાપત્યના તત્વોનું ફ્યુઝન જોવા મળે છે.

1600 અને 1700ના દાયકાઓ દરમિયાન બ્રિટિશ અને ડચ બંને લોકોએ ગુજરાતમાં ફેક્ટરીઓ સ્થાપિત કરી હતી. મોટાભાગની ફેક્ટરીઓ તેમણે સુરતમાં સ્થાપી હતી પરંતુ, કેટલીક તેમણે અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ સ્થાપિત કરી હતી. ઇ.સ. 1616 થી 1795 દરમિયાન સુરતે (Suratte) કે સોરેટ (Soeratte) ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટોરેટ હતા, જેની મુખ્ય ફેક્ટરી સુરત શહેરમાં હતી. અમદાવાદમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસ ઇ.સ. 1617માં સ્થાપવામાં આવી હતી અને આખરે ઇ.સ. 1744 માં તેને બંધ કરી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કાંકરિયા તળાવની નજીક ચાર ડચ કબરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં મુખ્યત્વે ચાર ડચ કબરો છે. તેમાંની ત્રણમાં યુરોપિયન અને મુઘલ અથવા ઇન્ડો-ઇસ્લામિક શૈલીઓનું ફ્યુઝન છે, જેમાં આકર્ષક સ્તંભો પર સ્થિત ઘુમ્મ્ટવાળા ગુંબજો આવેલા છે. ચોથી સમાધિ પિરામિડ શૈલીમાં છે.

નજીકના સ્થળો

આશાભીલનો ટેકરો

સલ્તનત પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.86 કિલોમીટર
કાંકરિયા તળાવ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.38 કિલોમીટર
રાયપુર દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.33 કિલોમીટર
રાણી સિપ્રીની કબર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.49 કિલોમીટર
શાહઆલમ રોઝા

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.43 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

જાણવા જેવું

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય દિવસના પ્રકાશ કલાકો દરમિયાન છે. ડચ કબરો મુલાકાત માટે ખુલ્લા છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક