અમદાવદમાં નૃત્ય, નાટક અને અન્ય કલા પ્રદર્શન માટેનું જાણીતુ સ્થળ ટાગોર મેમોરિઅલ હોલ છે જે ટાગોર હોલ તરીકે પ્રસિદ્ધ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ ઇમારત ખૂબજ રસપ્રદ છે જેની ડિઝાઇન બાલકૃષ્ણ દોશીએ બનાવી હતી અને તેને જાણીતા ઇજનેર મહેન્દ્ર રાજે બનાવી હતી.
ટાગોર મેમોરિઅલ હોલને લોકો ટાગોર હોલ તરીકે ઓળખે છે. તેની ડિઝાઇન 1967માં તૈયાર થઇ હતી અને 1971માં આ હોલ ખુલ્લો મુકવામા આવ્યો હતો. ત્યારથી અમદાવાદમાં અલગ અલગ જીવંત કાર્યક્રમો માટે તે એક ખૂબજ પ્રસિદ્ધ સ્થળ છે.
ટાગોર હોલની પાસે જ સંસ્કાર કેન્દ્ર મ્યૂઝિયમ છે જેનું નિર્માણ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને 1950માં સાંસ્કૃતિક પરિસરના ભાગરૂપે કરાવડાવ્યું હતું. આ ઇમારત કોંક્રીટની બનેલી છે જેની ડિઝાઇન બાલકૃષ્ણ દોશીએ બનાવી હતી.
હોલમાં પ્રવેશ બાદ કલાકારો, સમીક્ષકો અને પ્રેક્ષકો વચ્ચે સંવાદ માટે ખાસ પ્રાંગણ બનાવવામા આવ્યું છે. પ્રાંગણમાંથી ઓડિટોરીયમમાં પ્રવેશ કરી શકાય છે જેમાં 700 લોકોની બેઠક વ્યવસ્થા છે. આ બેઠક વ્યવસ્થા જ્યાં કરવામા આવી છે તે કટોરી આકારમાં છે તેને એક સ્વતંત્ર ભાગની જેમ હોલમાં સામેલ કરવામા આવ્યો છે. સ્થાપત્ય અને એન્જિનિઅરિંગમાં રસ ધરાવતા લોકો માટે એન્જિનિઅર મહેન્દ્ર રાજ દ્વારા બનાવવામા આવેલું ફોલ્ડેડ પ્લેટ બાંધકામ ખૂબ જ આકર્ષિત કરે તેવું છે. તેઓ તેમના કામમાં ગુણવત્તા અને નવીનતા માટે જાણીતા હતા.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
20 મિનિટ
સરનામું: ટાગોર હોલ, મ્યૂઝીયમની સામે, કોચરબ, પાલડી, અમદાવાદ ફોન: 079-26575741
સમય :09:30 થી 23:59
એન્ટ્રી ફી : શો પર આધાર રાખે છે.