અમદાવાદના ઘણા જૈન મંદિરોમાં સૌથી મોટું અને સૌથી પ્રસિદ્ધ હઠીસિંહ મંદિર, હઠીસિંહની વાડીના વિશાળ મેદાનમાં સ્થિત છે, જેમાં બગીચાઓ, મંદિરો અને ગેસ્ટહાઉસો આવેલાં છે. મંદિરનું બાંધકામ વર્ષ 1848માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ મંદિર હઠીસિંહ કેસરીસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું, જેઓ અમદાવાદના પ્રતિષ્ઠિત જૈન વ્યાપારીઓમાંના એક હતા. એવું કહેવામાં આવે છે કે તેમણે ભીષણ દુષ્કાળના સમય દરમિયાન કારીગકોને રોજગાર પૂરો પાડવાના આશયથી પોતાના વિસ્તૃત (એક્સટેન્ડેડ) પરિવારની સંપત્તિને મંદિરમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો. મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હતું તે દરમિયાન હઠીસિંહનું અવસાન થયું હતું અને તેમના અવસાન બાદ મંદિરનું બાંધકામ તેમના કુશળ ધર્મપત્ની શેઠાણી હરકુંવર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. મંદિરને વર્ષ 1848માં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શ્વેતાંબર જૈનો માટે આ મંદિર એક મહત્વપૂર્ણ ધર્મસ્થાન બન્યું છે.
મંદિરનું સંકુલ દિલ્હી દરવાજા-શાહીબાગ રોડ પર આવેલું એક મહત્વનું લેન્ડમાર્ક છે, જેમાં છ માળનો સ્તંભ આવેલો છે, જેને ‘માનસસ્તંભ’ (અથવા સન્માન સ્તંભ) કહેવામાં આવે છે. આ સ્તંભ મુખ્ય રસ્તાની સામે ઊંચી દીવાલની પાછળથી ઝળૂંબે છે. રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે આવેલા જૈન માનસસ્તંભ અને કીર્તિ સ્તંભથી પ્રેરિત આ સ્તંભને મંદિરના સંકુલમાં તાજેતરમાં જ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ભગવાન મહાવીરની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
માસ્ટર શિલ્પકાર પ્રેમચંદ સલાટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા મંદિરની સ્થાપત્ય શૈલી ખૂબ વિશાળ છે, જેમાં સોલંકી કાળના સ્થાપત્ય અને અમદાવાદ સલ્તનતની ઇન્ડો-સરસેનિક શૈલીની બંનેનો પ્રભાવ જોવા મળે છે. મંદિરમાં પ્રચુર માત્રામાં કમાનો અને જાળીદાર સ્ક્રીન્સ, જેને ‘જાલિસ’ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આ બંને શૈલીનો પ્રભાવ તમે જોઇ શકશો.
જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરશો, ત્યારે તમે મંદિરના અગ્રભાગ, ઝરૂખા અને બાલ્કનીઓ તેમજ આરસના દરવાજા સાથે સુંદર રીતે સુશોભિત કરેલા પ્રવેશદ્વારમાં કોતરણીકામની સમૃદ્ધિ જોઈ શકશો. પ્રવેશદ્વાર મંડપમાં નીચે આવેલી સીડીઓ દ્વારા મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે, જેને સંગીતકારો અને નર્તકીઓના કોતરણીકામથી સુશોભિત કરવામાં આવ્યું છે, જે ભક્તોનું સ્વાગત કરે છે.
મંદિરની અંદર આરસની સફેદ દીવાલો, સ્તંભો અને ઊંચી છતો પર નર્તકો, સંગીતકારો, પ્રાણીઓ અને ફૂલોનું સુંદર કોતરણીકામ કરવામાં આવ્યું છે. સમૃદ્ધ કોતરણીથી સુશોભિત ખુલ્લો મંડપ મુખ્ય મંદિર તરફ દોરી જાય છે. આ મંદિર ધર્મનાથને સમર્પિત કરવામાં આવ્યું છે, જેમની પ્રતિમા મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. તેઓ જૈનોના પંદરમા તીર્થંકર હતા, એટલે કે જૈનો દ્વારા પવિત્ર કરવામાં આવેલા ચોવીસ મહાન શિક્ષકોમાંના એક હતા. આંગણામાં ચારે બાજુ સ્તંભોવાળા મઠોમાં આવેલા 52 સહાયક મંદિરોમાં તીર્થંકરોના રત્નમય આરસના ચિત્રો છે.
મંદિરની સૌથી વધુ નોંધપાત્ર અને આકર્ષક વિશેષતા તેની પરંપરાગત વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે, જે આજે પણ ત્યાં મોજૂદ છે.
મંદિરના સંકુલમાં એક મ્યુઝિયમ આવેલું છે, જ્યાં જૈનોના ઇતિહાસ અને જૈન ધર્મગુરૂઓના જીવન વિશે માહિતી મળે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે, કોવિડ-19 મહામારીના કારણે આ મ્યુઝિયમ બંધ છે.
આ માટે મુલાકાત લેવી આવશ્યક છે: • ધર્મ અને જૈન આધ્યાત્મિક વારસો. • ભક્તિમય સ્થાપત્ય અને સંસ્કૃતિ. • આર્કિટેક્ચર. • ઉત્કૃષ્ટ માર્બલ કોતરણી. • જૈન મ્યુઝિયમ અને ગેલેરીઓ. • પરિપક્વ વૃક્ષો સાથે છૂટાછવાયા મેદાનોમાં શાંત સ્થાન.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ
અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
મુલાકાતનો સમય: દરરોજ સવારના 5.30 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધી. આ એક ધર્મસ્થાન છે, માટે મહેરબાની કરીને સુનિશ્ચિત કરો કે તમે વ્યવસ્થિત કપડાં પહેર્યાં હોય અને મંદિરમાં પ્રવેશતા પહેલાં મુખ્ય પ્રવેશદ્વારની બહાર લખેલા નિયમો જરૂરથી વાંચો. ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે. ફોટોગ્રાફી કરવા માટે મંદિરના પ્રવેશદ્વાર પાસે આવેલી મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી પરવાનગી મેળવવી જરૂરી છે. સંપર્ક: દિલ્હી દરવાજા-શાહીબાગ રોડ, બરદોલપુરા, દિલ્હી દરવાજા, અમદાવાદ. ફોન નં.: 079-2218077
સમય :05:30 થી 19:00
એન્ટ્રી ફી : મંદિરમાં પ્રવેશ નિઃશુલ્ક છે. મ્યુઝિયમની પ્રવેશ ફી વ્યક્તિદીઠ રૂ.20 છે.