મોતીલાલ હીરાભાઇ મ્યૂનિસિપલ પાર્ક જે લો ગાર્ડન તરીકે પ્રસિદ્ધ છે તે અમદાવાદનું એક અનેરૂ આકર્ષણ છે. ગાર્ડનની પાસે હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા અને હસ્તકળા માર્કેટ છે રાત્રે શરૂ થાય છે.
મોતીલાલ હીરાભાઇના પરિવાર દ્વારા લો ગાર્ડન માટે જમીન દાનમાં આપવામા આવી હતી, તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા. બાળકોના મનોરંજન, પાણીના ફુવારા અને વૃક્ષોથી આચ્છાદિત વોક વે માટે આ પાર્ક પ્રસિદ્ધ છે. લો સોસાયટી કેમ્પસના વિકાસ અને સ્કૂલ અને કોલેજ બનવાથી આ પાર્ક પ્રસિદ્ધ થયો છે.
આ પાર્ક 60 વર્ષ જૂનો છે અને 1960ના ગાળામાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું જ્યાં ફેરિયાઓને સ્ટોલ મૂકવાની મંજૂરી આપવામા આવી હતી જેમાંથી ઓનેસ્ટ અને અશરફી અત્યારે અમદાવાદમાં જાણીતી બ્રાન્ડ છે. આ સ્થળને સ્થાનિકો ખાઉ ગલી તરીકે ઓળખે છે જેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનીકરણ કરીને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા નામ આપવામા આવ્યું છે.
લો ગાર્ડન એક ધબકતું સ્થળ છે જ્યાં શહેરીજનો ચાલવા, હરવા ફરવા, મનોરંજન, રિલેક્સ થવા અને બાળકોને રમાડવા માટે આવે છે. અહીં કપડાં, હેન્ડીક્રાફ્ટ, રમકડાં, સુવેનિયર અને કૃત્રિમ જ્વેલરીના સ્ટોલ પણ લાગેલા હોય છે.
હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા આ સ્થળનું અનેરુ આકર્ષણ છે જ્યાં ક્રમબદ્ધ રીતે ફુડ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. આ સ્ટોલ દરેક નિયમોનું ચૂસ્ત પાલન કરે છે. તે સિવાય રમવા અને મનોરંજન માટેની પ્રવૃત્તિઓ માટે પણ લો ગાર્ડન પાસે સુવિધાઓ વિકસિત કરવામા આવી છે. તેની આસપાસ ભાઇકાકા ભવન અને ગજ્જર હોલ જેવી જૂની ઇમારતો અને 20મી સદીના હેરિટેજ મકાનો પણ છે.
અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
02 કલાક
સવારે 5 વાગ્યાથી બપોરે 12 તેમજ 2 વાગ્યાથી સાંજે 10 સુધી ખુલ્લું. સ્થળ: લો ગાર્ડન, મહાદેવ મંદિર સામે, મહારાષ્ટ્ર સોસાયટી પાસે, એલિસબ્રીજ, અમદાવાદ.
સમય :05:00 થી 22:00
એન્ટ્રી ફી : Free