માતા ભવાની વાવ અમદાવાદની સૌથી પ્રાચીન વાવ છે. તે શહેરના અસરવા વિસ્તારમાં સ્થિત છે.
ચાલુક્ય વંશના સોલંકી રાજપુતોના શાસનમાં ગુજરાતમાં પાણીના સંગ્રહ માટે વાવ, તળાવ અને કૂવાના ઘણા બાંધકામોનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ સંગ્રહસ્થળોમાં સુંદર સજાવટ અને કોતરણી દ્વારા સ્થાપત્યોનું નિર્માણ કરવામા આવ્યું હતું. માતા ભવાની વાવનું નિર્માણ સોલંકી કાળ દરમિયાન 11મી સદીમાં કરાવવામા આવ્યું હતું.
આ ત્રણ માળની વાવ છે જેમાં ઝરૂખા અને પગથિયા છે. અહીં ખુલ્લા ઝરૂખા છે જે પૂર્વ-પશ્વિમ ધરી પર સ્થિત છે. સ્તંભ પર સજાવટ, ખૂણાઓ અને ધરીઓનું સ્થાપત્ય દર્શાવે છે કે ચાલુક્ય વંશમાં બનેલી વાવ માત્ર વપરાશ પૂરતી સિમિત ન હતી પરંતુ તેમાં કળા અને સ્થાપત્યની ઉત્તમતા પણ જોવા મળે છે. આ વાવને તેનું નામ માતા ભવાની મંદિરના લીધે મળ્યું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
પ્રવેશદ્વાર પર સ્ટેપવેલ 46 મીટર લાંબો અને 5.1 મીટર પહોળો છે.
આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ
QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો
20 મિનિટ
સમય :09:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક