ફર્નાન્ડિસ બ્રિજ બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવે છે કે આ બ્રિજનું નામ એ બ્રિટિશ એન્જિનિયરના નામ પરથી પાડવામાં આવ્યું છે, જેણે આ બ્રિજ બનાવ્યો હતો. જોકે, ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે આ બ્રિજનું નામ એક ખ્રિસ્તિ પાદરીના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ બ્રિજ ટંકશાળ રોડ પર પથરાયેલો છે, જે ગાંધી રોડથી અનેક મીટર નીચે થે, કારણકે એક સમયે તે સ્થળ પર ખાડી હતી. આજે આ બ્રિજ એક લેંડમાર્ક બની ગયો છે કારણકે તેની નીચે પુસ્તકોનું એક વિશાળ બજાર ભરાય છે. આ બજાર શૈક્ષણિક પુસ્તકો અને અન્ય પ્રકાશનો, સ્ટેશનરી અને વપરાયેલા પુસ્તકો માટે ખૂબ પ્રખ્યાત છે.
સાબરમતી નદી સાથે જોડાયેલ એક પાણીનો પ્રવાહ અથવા તો નદીની ખાડી એવી માણેક નદી એક સમયે શહેરના કોટ વિસ્તારમાંથી વહેતી હતી. ફર્નાન્ડિસ બ્રિજ આ જૂની સૂકાઈ ગયેલી નદીની ઉપર ઇ.સ. 1884માં બાંધવામાં આવ્યો હતો. તમે જોઇ શકશો કે પુસ્તકોનું બજાર ગાંધી રોડથી ઘણા મીટર નીચે છે.
ગાંધી રોડ પરના પગથિયા ઉતરીને ટંકશાળ રોડ પર જાઓ અને ત્યાંથી તમે પુસ્તકોના બજાર સુધી પહોંચી શકશો. ત્યાંથી તમે જૂના બ્રિજના કેટલાક પાયાઓ જોઇ શકો છો. આ બજાર એવા લોકોથી હંમેશાં ભરેલું હોય છે, જેઓ ત્યાં શૈક્ષણિક પુસ્તકો, પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, વપરાયેલાં જૂના પુસ્તકો, પ્રકાશનો, બેસ્ટ-સેલર્સ, નવલકથાઓ, ધાર્મિક પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય ઘણી વસ્તુઓ ખરીદવા માટે આવતા હોય છે. આ બજારમાંથી જો કોઇ પુસ્તકનું પ્રથમ સંસ્કરણ કે કોઈ દુર્લભ પુસ્તક મળી જાય તો પુસ્તકના સંગ્રાહકો પોતાને ભાગ્યશાળી માને છે.
ઈતિહાસના પુસ્તકો ઉપલબ્ધ છે
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
20 મિનિટ
પુસ્તક બજારની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ શમય સવારના 11.00 વાગ્યાથી સાંજના 5.00 વાગ્યાનો છે. જોકે કેટલીક દુકાનો સવારે વહેલી ખુલી જાય છે અને મોડેથી બંધ થતી હોય છે.
સમય :11:00 થી 23:00
એન્ટ્રી ફી : Free