રાણી સિપ્રીની કબર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.37 કિલોમીટર

રાણી સિપ્રીનો મકબરો આસ્ટોડિયા ગેટ પાસે સ્થિત છે. અમદાવાદમાં આવેલી મસ્જિદો પૈકી આ મસ્જિદ સ્થાપત્યનો એક અભૂતપૂર્વ નમૂનો છે. તેને મસ્જિદ-એ-નગીના પણ કહેવાય છે. જેમ્સ ફર્ગ્યુસને તેને વિશ્વની બેનમૂન ઇમારતો પૈકી એક ગણાવી હતી.

રાણી સિપ્રીની મસ્જિદનું નિર્માણ 1514માં રાણી શુભારાય જેમને રાણી સિપ્રી અથવા રાણી અસની તરીકે ઓળખવામા આવે છે તેમના આદેશ પર કરવામા આવ્યું હતું. તેઓ સુલતાન મહેમૂદ બેગડાના પત્ની હતા અને એવું કહેવાય છે કે કોઇ ગુના બદલ જ્યારે સુલતાને તેમના દીકરાને મૃત્યુદંડ આપ્યો ત્યારે તેમણે આ મસ્જિદનું નિર્માણ કરાવડાવ્યું હતું. અત્યારે રોડ પહોળો કરાતો હોવાથી ત્યાં ફેન્સિંગ પણ કરી દેવામા આવ્યું છે.

આ પરિસરમાં મકબરો છે જેમાં રાણીની કબર મસ્જિદની સામે છે. મકબરામાં ઉપર ચોરસ આકાર પર મોટો ગુંબજ છે જેમાં બહાર 20 સ્તંભ અને અંદર 12 સ્તંભ સ્થિત છે. 

 રાણી સિપ્રીની  દિવાલો પર ખૂબ સુંદરતાપૂર્વક કોતરણી કરીને જાળીઓ બનાવવામા આવી છે. આ મસ્જિદમાં ઘણી હિન્દુ કોતરણીઓ પણ જોવા મળે છે. પૂર્વ તરફનો ભાગ ખુલ્લો છે જ્યારે પશ્વિમમાં દિવાલો પર સુંદર કોતરાયેલી જાળી જોવા મળે છે. મહેરાબ પણ ખુબ સુંદર છે અને તેમાં ગુજરાતી શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મસ્જિદમાં ખૂબ બારીકાઇથી કોતરેલો મિનારો છે જેને  ભૂમિતિની દ્રષ્ટિએ સુદર રીતે આકાર અપાયેલો છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આ પરિસરમાં મકબરો છે જેમાં રાણીની કબર મસ્જિદની સામે છે. મકબરામાં ઉપર ચોરસ આકાર પર મોટો ગુંબજ છે જેમાં બહાર 20 સ્તંભ અને અંદર 12 સ્તંભ સ્થિત છે. 

નજીકના સ્થળો

આશાભીલનો ટેકરો

સલ્તનત પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.41 કિલોમીટર
ચિનુભાઈ બેરોનેટ હાઉસ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.66 કિલોમીટર
દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.61 કિલોમીટર
પારસી અગિયારી અને હોલ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.79 કિલોમીટર
રાયપુર દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
સેવાની હવેલી

આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.14 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

રાણી સિપ્રીની  દિવાલો પર ખૂબ સુંદરતાપૂર્વક કોતરણી કરીને જાળીઓ બનાવવામા આવી છે. આ મસ્જિદમાં ઘણી હિન્દુ કોતરણીઓ પણ જોવા મળે છે. પૂર્વ તરફનો ભાગ ખુલ્લો છે જ્યારે પશ્વિમમાં દિવાલો પર સુંદર કોતરાયેલી જાળી જોવા મળે છે. મહેરાબ પણ ખુબ સુંદર છે અને તેમાં ગુજરાતી શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મસ્જિદમાં ખૂબ બારીકાઇથી કોતરેલો મિનારો છે જેને  ભૂમિતિની દ્રષ્ટિએ સુદર રીતે આકાર અપાયેલો છે.

સમય :06:00 થી 22:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક