અહેમદ શાહ મસ્જિદ એ અમદાવાદની સૌથી જૂની મસ્જિદ છે. આ મસ્જિદ પ્રાંતીય ઇન્ડો-સરસેનિક આર્કિટેક્ચરનું એક પ્રારંભિક ઉદાહરણ છે, જે 15મી અને 16મી સદીમાં અમદાવાદમાં વિકસિત થયું હતું. કોતરણી કરેલ પેનલ્સથી બનાવેલી એક વિશાળ કમાન અને બંને બાજુ બે મિનારાઓ સાથેનો રવેશ, તેમજ મસ્જિદમાં પ્રવેશતા પ્રકાશને ફેલાવવા માટે પથ્થરોનું જાળીદાર કામ, આ મસ્જિદની વિશેષતાઓ હતી, જેણે ભારત-ઇસ્લામિક સ્થાપત્યની ગુજરાત શૈલીનો માર્ગ મોકળો કર્યો હતો.
સુલતાન અહેમદ શાહે અમદાવાદના કોટ વિસ્તારનો પાયો નાખ્યો તેના ફક્ત ત્રણ વર્ષ પછી જ ઇ.સ. 1414માં અહેમદ શાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મસ્જિદ તેના ઓરિયેન્ટેશન (સંસ્કરણ), લેઆઉટ અને મીનારાઓની રચનામાં ઇસ્લામિક સિદ્ધાંતોનું પાલન કરે છે, પરંતુ તેની શિલ્પ કારીગરી હિંદુ કારીગરો દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદની સ્થાપના કર્યા પછીથી તરત જ આ મસ્જિદ સુલતાન અહેમદ શાહ માટે નમાજ પઢવાનું સ્થળ બની હતી. આ કારણે, અહેમદ શાહ મસ્જિદ ભદ્ર કિલ્લાની ખૂબ જ નજીકમાં સ્થિત છે. આ મસ્જિદ કેટલાંક શ્રેષ્ઠ શિલ્પ-સ્થાપત્યકલાના તત્વો સાથે એક પ્રભાવશાળી રવેશ પ્રસ્તુત કરે છે. મસ્જિદના 152 સ્તંભો હિંદુ મંદિરોમાંથી પ્રાપ્ત થયા છે. મધ્યમાં રહેલી ખાડીના ઉચ્ચ સ્તર પર અને કિનારાની છતોના નીચલા સ્તર પર રહેલા પથ્થરો (સ્ટોન સ્ક્રીન્સ) અંદર આવતા પ્રકાશને ચોમેર પ્રસારિત કરે છે.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
15 મિનિટ
વહેલી સવારથી લઇને સાંજ સુધી આ મસ્જિદ મુલાકાતીઓ માટે ખુલ્લી રહે છે. મસ્જિદની મુલાકાત લેતી વખતે એવાં કપડાં પહરો જે તમારાં માથા અને ઘૂંટણને ઢાંકી દે. મસ્જિદમાં પ્રવેશતાં પહેલાં તમારા જૂતાં ઉતારવાનું ભૂલશો નહીં.
સમય :07:00 થી 18:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક