ઢાલગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.36 કિલોમીટર

ઢાલગરવાડ એ અમદાવાદનું સૌથી વ્યસ્ત કાપડ અને વસ્ત્ર બજાર છે. તે ભદ્ર પ્લાઝાની નજીકમાં સ્થિત છે અને એટલા માટે આ બજાર ઘણા ઐતિહાસિક સ્મારકોની એકદમ નજીક આવેલું છે.

અમદાવાદના કોટ વિસ્તારનું પ્લાનિંગ ઐતિહાસિક રીતે કરવામાં આવ્યું હતું, જેથી શહેરનો ટ્રાફિક મુખ્ય રસ્તા પર દોડતો રહે અને અન્ય પ્રવૃત્તિઓ મુખ્ય રસ્તાને સંલગ્ન નાના રસ્તાઓ પર થતી રહે. મુખ્ય રસ્તામાંથી જ નાના-નાના અન્ય રસ્તાઓ નીકળે છે, જે લોકોની ચોક્કસ પ્રકારની ખરીદીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. આ તમામ બજારો હવે ખૂબ વ્યસ્ત બજારો બની ગયાં છે અને દરેક બજારે કોઇ એક ચોક્કસ પ્રોડક્ટ અથવા માલના પ્રકારમાં નિપુણતા અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે, જેમ કે, લોખંડ બજાર લોખંડ અને સ્ટીલની પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત છે, લાકડા બજાર લાકડા અને સુથારીકામ માટે પ્રખ્યાત છે, દવા બજાર જાતજાતની દવાઓ માટે પ્રખ્યાત છે, દાણા બજાર અથવા ચોખા બજાર વિવિધ અનાજો અને કરિયાણા માટે પ્રખ્યાત છે, ગોરગલી ગોળના વેચાણ માટે પ્રખ્યાત છે, ચાંદલાપોળ ઘરેણા માટે પ્રખ્યાત છે, બિસ્કિટ ગલી બેકરી આઇટમ્સ માટે, રમકડાં બજાર વિવિધ પ્રકારના રમકડાંઓ અને કલાકૃતિઓ માટે પ્રખ્યાત છે. કાપડ અને વસ્ત્રઓ માટેના મુખ્ય બજારોમાં રેવડી બજાર, રતનપોળ અને ઢાલગરવાડનો સમાવેશ થાય છે.

ઢાલગરવાડના રસ્તાને કિનારે આવેલી ઢગલાબંધ દુકાનો અને રસ્તાને છેડે બેસતા ફેરિયાઓની સંખ્યા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અહીંયા તમને વિવિધ પ્રકારના કાપડ અને વસ્ત્રો જોવા મળશે, જે મોટાભાગે શહેરમાં બીજે ક્યાંય પણ મળતા કાપડ કે વસ્ત્રોથી ઓછી કિંમતે મળી જતા હોય છે. અહીંયા તમને વિવિધ વસ્ત્રો, બાળકો માટેના કપડાં, સાડીઓ, ભારતના દક્ષિણના રાજ્યોમાંથી સુતરાઉ કાપડ, રાજસ્થાનના પ્રિન્ટેડ કાપડ અને અન્ય ઘણા પ્રકારના કાપડ મળશે. તમે શર્ટ અને સુટ બનાવવા માટે મીટરના ભાવે પણ કાપડ ખરીદી શકશો. નાનકડી શેરીઓમાં આસપાસના ઘરોમાંથી અથવા કામ કરવાની જગ્યાઓમાંથી સિલાઈકામના મશીનનો અવાજ અથવા ભરતકામના મશીનનો અવાજ પણ તમારા કાને પડશે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

ભદ્ર સ્ક્વેર અને જામા મસ્જિદની નજીક આવેલું, આ અમદાવાદની હેરિટેજ ટૂર સાથે ખરીદી કરવા માટે એક સારું સ્થળ છે.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.31 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.19 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.22 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
આઇ.પી. મિશન સ્કૂલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.18 કિલોમીટર
પારસી અગિયારી અને હોલ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
મેગન અબ્રાહમ સિનાગોગ (પ્રાર્થનાસ્થળ)

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.21 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

03 કલાક

જાણવા જેવું

મોટાભાગની દુકાનો સવારના 10.00 વાગ્યાતી રાતના 9.00 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. આ દુકાનો રવિવાર સિવાય દરરોજ ખુલ્લી હોય છે. રવિવારે મોટાભાગની દુકાનો બંધ હોય છે.

સમય :10:00 થી 21:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક