ચિનુભાઈ બેરોનેટ હાઉસ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.46 કિલોમીટર

સર ચિનુભાઈ બેરોનેટની મહેલ જેવી હવેલીનું નિર્માણ ઇન્ડો-ગોથિક અથવા તો રિનાઇસન્સ એટલે કે નવયુગની શૈલીમાં કરવામાં આવ્યું છે, જે 20મી સદીની શરૂઆતમાં ખૂબ પ્રખ્યાત હતી. આ હવેલી હેરિટેજ સંરક્ષણ માટે પબ્લિક સપોર્ટનું ઉત્તમ ઉદાહરણ છે, કારણકે શિલાલેખ સહકારી મંડળીના રહેવાસીઓએ આ ઐતિહાસિક નિવાસસ્થાનને તોડવાના વિરોધમાં આંદોલન કર્યું હતું.

સર ચિનુભાઈ માધવલાલ રણછોડલાલ બ્રિટિશ ઇન્ડિયાના સૌપ્રથમ હિંદુ બેરોનેટ હતા. તેમને શાહપુર સીઆઇઈ (CIE)ના બેરોનેટનું સન્માન મળ્યું હતું. તેમને બોમ્બેની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

એક કાપડ ઉદ્યોગપતિ અને અમદાવાદ ટેક્સટાઈલ મિલના અગ્રણી રણછોડલાલ છોટાલાલના પૌત્ર ચિનુભાઇએ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કલા જેવા અનેક સારા કાર્યો માટે ઉદારતાથી દાન આપ્યું હતું.

અપાર્ટમેન્ટ બિલ્ડીંગોના શિલાલેખ કોમ્પ્લેક્સ મારફતે હવેલી સુધી પહોંચી શકાય છે. બિલ્ડીંગના બહારના ભાગમાં એક સુંદર રવેશ અને તેની સજાવટી વિશેષતાઓ ધ્યાન ખેંચે તેવી છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આ હવેલી લગભગ બે એકરમાં ફેલાયેલી છે જેનો અગ્રભાગ વિક્ટોરિયન આર્કિટેક્ચરનું નિરૂપણ છે, જેમાં જૂની અમદાવાડી મોઝેક પેટર્નના તત્વો છે.

નજીકના સ્થળો

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

25 મિનિટ

જાણવા જેવું

ખાનગી માલિકીની જગ્યા હોવાથી, ઘરના તમામ ભાગો મુલાકાતીઓ માટે ખુલ્લા નથી. હવેલીના માલિકો પોતાની વિવેકબુદ્ધિથી મુલાકાતીઓને પરવાનગી આપવાનો અધિકાર અનામત રાખે છે.

સમય :10:00 થી 17:45

એન્ટ્રી ફી : નિઃશુલ્ક