ગુજરાત આર્ટ્સ અને સાયન્સ કોલેજ, જે ગુજરાત કોલેજ તરીકે પ્રખ્યાત છે, તે અમદાવાદની સૌથી જૂની કોલેજોમાંની એક છે.
ગુજરાત કોલેજની સ્થાપના ઇ.સ. 1860 માં મિ. હોપ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ, પાછળથી આ કોલેજ કેટલાક સમય સુધી તદ્દન નિષ્ક્રિય થઈ ગઈ હતી. ઇ.સ. 1870માં શેઠ રણછોડલાલ છોટાલાલે આ કોલેજને ફરીથી શરૂ કરી હતી અને તેમના પરિવારે આર્ટ્સ કોલેજ, સાયન્સ સેન્ટર અને અન્ય બિલ્ડીંગોના બાંધકામ માટે ખૂબ બધી જમીન અને નાણા દાનમાં આપ્યા હતા. એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ, કે જેમણે એલિજ બ્રિજનું બાંધકામ કર્યું હતું, તેઓએ આ કોલેજની બિલ્ડીંગોના સ્થાપત્યમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
વિક્રમ સારાભાઈ, કસ્તૂરભાઈ લાલભાઈ અને કવિ દલપતરામ જેવા અનેક જાણીતા લોકોએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીઓને સ્વતંત્રતાની ચળવળમાં જોડાવા પ્રોત્સાહિત કરવા માટે મહાત્મા ગાંધીએ પણ આ કોલેજની મુલાકાત લીધી હતી.
કોલેજની સ્થાપત્ય શૈલી મોટાભાગે યુરોપિયન છે, જેમાં કમાનશ્રેણી, પથ્થરના સ્તંભો, ટાવર્સ અને લાકડાની છતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી પ્રભાવશાળી સ્થાપત્ય આર્ટ્સ કોલેજનો લાલ ઇંટોનો બનેલો અગ્રભાગ છે, જે કોલેજ કેમ્પસમાં આવેલું સૌથી જૂનું બિલ્ડીંગ છે. બિલ્ડીંગની પોર્ચ ગ્રાઉન્ડ ફ્લોર પર કમાનોની સાથે બે વિંગ્સથી ઘેરાયેલી છે. સીડીઓ ગોળ મહેલ જેવા ટાવર્સ પર થઈને ઉપરના માળ સુધી જાય છે.
કોલેજની ડાબી બાજુ એક ચેપલ (ગિરજા ઘર) જેવું સ્થાપત્ય આવેલું છે જેમાં ગાંધી હોલ છે, જેની સ્થાપના ઇ.સ. 1920ની આસપાસ કરવામાં આવી હતી.
કોલેજ કેમ્પસ પણ તમામ ક્રાંતિમાં તેની ભૂમિકા ભજવતી એક વાસ્તવિક સંસ્થા રહી છે. કોલેજ કેમ્પસની અંદર તમે વિનોદ કિનારીવાલા મેમોરિયલ પણ શોધી શકો છો. વિનોદ એક વિદ્યાર્થી હતો જેને 1942માં ભારત છોડો ચળવળ દરમિયાન બ્રિટિશ વિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ બ્રિટિશરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. શહેરના શૈક્ષણિક ઇતિહાસનો ટુકડો મેળવવા માટે કેમ્પસની મુલાકાત લો.
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, હવેલીઓ અને ખાનગી આવાસો
01 કલાક
સમય :10:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક