માણેક બુર્જ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.04 કિલોમીટર

માણેક બુર્જ અમદાવાદનો સૌથી જૂનો કોઠો છે જે એલિસબ્રિજના છેવાડે સ્થિત છે. હવે આ બ્રિજ સ્વામી વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખાય છે.

અણહિલવાડ પાટણની જગ્યાએ જ્યારે સુલતાન અહેમદ શાહે નવા અમદાવાદ શહેરને ગુજરાતની રાજધાની તરીકે વસાવવાનું નક્કી કર્યું ત્યારે તેમણે તેમના આધ્યાત્મિક સલાહકાર શેખ અહેમદ ખટ્ટુ ગંજ બક્ષ, કાઝી અહેમદ અને મલિક અહેમદની હાજરીમાં ભદ્ર કિલ્લાનો પાયો નાખ્યો હતો. સાબરમતી નદીના પૂર્વ કાંઠે બનેલો માણેક બુર્જ એ અમદાવાદનો પાયાનો કોઠો છે. તેમાં એક વાવ અને નહાવાનું સ્થળ છે જ્યાં સાબરમતી નદીમાંથી એક ખાસ ચેનલ દ્વારા પાણી આવતું. નદીના વહેણ બદલાતા તેનો ઉપયોગ બંધ થયો હતો.

મે 1989માં અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજ, માણેક બુર્જ અને સાબરમતી નદીના કિનારે કુદરતી પાણીના નીકને રક્ષિત સ્થળો તરીકે જાહેર કર્યા હતા. 1999માં જ્યારે એલિસબ્રિજમાં સુધારો કરીને તેને પહોળો કરવામા આવ્યો ત્યારે આ કોઠાનો એક ભાગ તોડવામા આવ્યો હતો પરંતુ સ્મારકનું 1999માં જ પુનસ્થાપન કરવામા આવ્યું હતું. ત્યારબાદ આ બ્રિજને સ્વામી વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખવામા આવે છે.

15મી સદીના પ્રસિદ્ધ હિન્દુ સંત માણેકનાથના નામ પરથી માણેક બુર્જ નામ પડ્યું છે. માણેકનાથના અનુયાયીઓને નાથ પરિવાર કહેવાય છે જેઓ અમદાવાદના સ્થાપના દિવસે તેમજ દશેરાએ માણેક બુર્જ પર ધ્વજ ફરકાવી પ્રાર્થના કરે છે. જે મધ્યયુગીન દિવાલો વચ્ચે અમદાવાદ વસ્યું હતું તેમાંથી અમુકના અવશેષો હજુ છે જેમાં આ કોઠો પણ એક છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

તે શહેરના પાયાના પથ્થરની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જે 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અહેમદ શાહ-1 દ્વારા નાખવામાં આવ્યું હતું. આ ગઢ લગભગ 16 મીટર ઊંચો છે.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.18 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.38 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
ઢાલગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.48 કિલોમીટર
એલિસ બ્રિજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
આઇ.પી. મિશન સ્કૂલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.34 કિલોમીટર
મજૂર મહાજન સંઘ

આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)

આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.14 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક