ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A), ભારતમાં સર્વોચ્ચ રેંકવાળી બિઝનેસ સ્કૂલોમાંની એક છે. IIM-A એ 20મી સદીના સૌથી વધુ પ્રભાવશાળી આર્કિટેક્ટ્સમાંના એક એવા લુઇસ ઇસાડોર કહાન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું એક આર્કિટેક્ચરલ લેન્ડમાર્ક પણ છે.
ભારતને સ્વતંત્રતા મળી તે પછી દેશમાં સ્થાપિત થતા નવા ઉદ્યોગો, કંપનીઓ અને કોર્પોરેશનો માટે લીડરો અને મેનેજરોને તાલીમ આપવા અને તેમને તૈયાર કરવા માટે રાષ્ટ્રીય નેતાઓને એક સંસ્થા ઊભી કરવાની જરૂરિયાત લાગી. સર્વપ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા (કોલકાતા)માં શરૂ કરવામાં આવી હતી અને તે પછી તરત જ વર્ષ 1961માં IIM-Aનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના અગ્રણી નાગરિકો જેવાં કે કસ્તૂરભાઈ લાલભાઈ અને વિક્રમ સારાભાઈએ IIM-A સ્થાપિત કરવાના કાર્યનું નેતૃત્વ લીધું, જેના માટે હાવર્ડ બિઝનેસ સ્કૂલનું મોડલ નિર્ધારિત કરવામાં આવ્યું. આઇઆઇએમનો લોગો જૂના શહેરમાં આવેલી પ્રસિદ્ધ સીદી સૈયદની જાળીના અદ્ભુત કોતરણીકામથી પ્રેરિત છે.
IIM-A એક વિશાળ કેમ્પસમાં સ્થિત છે અને રસ્તાની સામેની બાજુએ એક નવું એક્સટેન્ડેડ કેમ્પસ પણ બનાવવામાં આવ્યું છે. કેમ્પસમાં આવેલા શૈક્ષણિક મકાનો લુઇસ કહાન પ્લાઝાનો કેન્દ્ર ભાગ છે. પશ્ચિમ વિંગમાં વર્ગખંડો (ક્લાસરૂમ્સ) આવેલાં છે અને પૂર્વ વિંગમાં ઓફિસો આવેલી છે. મધ્યમાં આવેલી લાયબ્રેરી આ બંને વિંગને જોડે છે. વર્ગખંડોમાં સારી હવા આવે છે અને કુદરતી પ્રકાશ પણ આવે છે કારણકે તેમને સંકુલના આંગણાની આસપાસ નિર્મિત કરવામાં આવ્યા છે. કોંક્રીટ બીમ્સ સાથેની ઇંટની કમાનો ઇંટ અને કોંક્રીટથી બનેલા આ શૈક્ષણિક બિલ્ડીંગનું એક વિશિષ્ટ ફીચર છે.
વસ્ત્રાપુરમાં 102 એકરમાં સ્થિત, આર્કિટેક્ટ્સે ભારતીય પરંપરાગત અને સ્થાનિક આર્કિટેક્ચર અને આધુનિક આર્કિટેક્ચરને કુશળતાપૂર્વક જોડી દીધું છે. IIM કેમ્પસ તેની અસાધારણ આર્કિટેક્ચરલ અસર માટે વિશ્વભરના આર્કિટેક્ચરલ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા નિયમિત મુલાકાત લે છે.
અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સાયન્સ અને ટેક્નોલોજી, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
શૈક્ષણિક સંસ્થા હોવાને કારણે કેમ્પસના તમામ ભાગો મુલાકાતીઓ માટે ખુલ્લા નથી. સંસ્થા પોતાની વિવેકબુદ્ધિથી મુલાકાતીઓને મંજૂરી આપવાનો અધિકાર અનામત રાખે છે. IIM-A કેમ્પસની મુલાકાત લેવા અને પ્રવાસ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે. તમે કેમ્પસમાં થતી ઘણી ઇવેન્ટ્સ, વર્કશોપ અને સેમિનારોમાં ભાગ લઈ શકો છો. વેબસાઇટ- https://www.iima.ac.in/web/about-iima/campus/campus-map
સમય :08:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક